પાકિસ્તાનમાં 6 ભાઈઓએ એકસાથે 6 બહેનો સાથે લગ્ન કર્યા

December 20, 2021
Pak-Wedding

આ જગતમાં તમને ક્યારે શું જાેવા અને શું સાંભળવા મળે તેના વિશે કશું કહી ન શકાય? કેટલીકવાર વસ્તુઓ દિલાસો આપતી હોય છે, તો ક્યારેક તે આશ્ચર્યજનક હોય છે. આવો જ એક કિસ્સો પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે, જ્યાં એક અનોખા લગ્ન થયા છે, જેની જાેરદાર ચર્ચા થઈ રહી છે. કારણ કે, 6 ભાઈઓએ એકસાથે 6 બહેનો સાથે લગ્ન કર્યા છે. કેટલાક લોકો આ લગ્નના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. 


મળતી માહિતી મુજબ, આ મામલો પાકિસ્તાનના મુલ્તાનનો છે. અહીં છ ભાઈઓએ મળીને છ બહેનો સાથે લગ્ન કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર અને કન્યા પિતરાઈ ભાઈ-બહેન છે. હવે આ સમૂહ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલો અનુસાર, મોહમ્મદ લતીફની છ પુત્રીઓએ તેમના છ પિતરાઈ ભાઈઓ સાથે ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા. તે જ સમયે, એક વર લગ્ન વિશે કહે છે કે આ એક પ્રેમ લગ્ન છે. જ્યારે, છ દુલ્હનોમાંથી એકએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, છ બહેનો એક જ દિવસે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. આ પ્રસંગે વરરાજાએ પણ જાેરદાર ભાંગડા ડાન્સ કર્યો હતો.

જ્યારે આ મામલે વરરાજાના પિતા સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે તેઓ ઘણીવાર ઘણા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે અને પરિવારના વડીલો તરફથી જે આવે છે તે સ્વીકારે છે. તેમણે એમ પણ કહ્યું કે આવી ઘટના પરિવારો પર આર્થિક બોજ પણ ઘટાડે છે.


આ લગ્નને લઈને સોશિયલ મીડિયા પર પણ વાતાવરણ ગરમ છે. કેટલાક લોકો આ કપલને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાક કહે છે કે તમારી કઝીન સાથે લગ્ન ન કરો. કેટલાક કહે છે કે જાે દંપતી સારો સંબંધ સ્થાપિત કરવામાં સફળ ન થાય અને તેમની ભાગીદારી નિષ્ફળ જાય, તો તેની અસર બીજી બહેનો પર પણ પડી શકે છે. જેમ કે સામાન્ય રીતે પાકિસ્તાની પરિવારમાં જાેવા મળે છે. આ સમયે, યુઝર્સ આ બાબતે ઉગ્ર ચેટ કરી રહ્યા છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0