મહેસાણા ના સતલાસણા માં વિધુર વૃદ્ધ સોનલની ‘રસીલી’ વાતોમાં આવી પસ્તાયા !

January 18, 2022

•૨૬ વર્ષીય યુવતીએ દાંતાના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી રૂ. પાંચ લાખ માગ્યા

•વૃદ્ધ પાસે રૂપિયાની વ્યવસ્થા નહીં થતા ઇકો કારમાં ઉઠાવી બનાસકાંઠા લઈ જઇ ધોકા વડે ફટકાર્યા

•અંતે વૃદ્ધના જમાઈએ પોલીસની મદદથી છોડાવ્યા, બે પકડાયા, પાંચ ભાગી છુટ્યા

ગરવી તાકાત મેહસાણા: સતલાસણાના વાવ ગામે રહેતા એક વૃદ્ધને મોબાઇલ ફોન પર વાત કરી યુવતિએ પોતે ગરીબ હોવાનું કહી નોકરી શોધી આપવા કહ્યું હતું. જે બાદ વૃદ્ધ સાથે એકાદ બે વખત મોબાઇલ ફોન પર વાત કરી વૃદ્ધને વિશ્વાસમાં લઇ દાંતાના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેઓ સાથે શરીર સંબંધ બાંધીને પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. રૂપિયા નહીં આપતા યુવતીના અન્ય સાગરીતોએ વૃદ્ધને ઈકો ગાડીમાં રાધનપુર તરફ ઉઠાવી ગયા હતા અને રૂપિયા નહીં આપતા ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે વૃદ્ધે આ અંગે તેમના જમાઈને વાત કરી એક લાખ રૂપિયા મંગાવ્યા હતા. વૃદ્ધના જમાઈએ પોલીસની મદદથી વહેલી પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના સસરાને છોડાવ્યા હતા. કાર્યવાહીમાં વૃદ્ધને ઉઠાવી જનાર સાત લોકો પૈકી બે લોકો પોલીસના હાથે પકડાઈ ગયા હતા બાકીના પાંચ લોકો ફરાર થઈ જતાં પોલીસે તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

સતલાસણાના વાવ ગામે રહેતા 60 વર્ષીય ખેડૂત પોતે વિધુર છે. જેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેઓના મોબાઇલ ફોન પર એક મિસકોલ આવ્યો હતો. જેથી વૃદ્ધે સામે ફોન કરતા ફોન પર એક યુવતીએ રોંગ નંબર લાગી ગયો તેમ કરીને વાત કરી હતી. તે પછી એકાદ-બે વખત વૃદ્ધાને યુવતી વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન યુવતી પોતે હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેની ઉંમર ૨૬ વર્ષની છે તેવું તેણે વૃદ્ધને જણાવ્યું હતું અને પોતે ગરીબ હોઈ નોકરીની જરૂર છે. ક્યાંય નોકરી હોય તો શોધી આપવા વૃદ્ધને કહ્યું હતું. એ પછી પણ યુવતીએ વૃદ્ધને ફોન કરી રતનપુર ગામની ચોકડી પાસે બોલાવ્યા હતા. જ્યાંથી યુવતી વૃદ્ધને દાંતા ગામના ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી અને વૃદ્ધ સાથે તેની ઇચ્છાથી શરીરસુખ માણ્યું હતું.

ગેસ્ટ હાઉસમાંથી બહાર આવ્યા બાદ બહાર ઊભેલી એક ઈકો ગાડીમાં બે વ્યક્તિ બેઠા હતા અને તેઓ ખેરાલુ જવાની બૂમો પાડતા હતા. આથી વૃદ્ધ અને યુવતી ઈકો ગાડીમાં બેસી ગયા હતા. જે બાદ ગાડી ત્યાંથી આગળ જતાં અન્ય ચાર લોકો મુસાફર તરીકે ગાડીમાં બેઠા હતા. આગળ જતા ગાડીમાં રહેલા એક વ્યક્તિએ યુવતીને લાફો મારીને કહ્યું હતું કે તું કોઈની સાથે હોટેલમાં ગઇ હતી? એટલે યુવતીએ વૃદ્ધ તરફ ઈશારો કરતાં ગાડીમાં બેઠેલા લોકોએ વૃદ્ધને છરી બતાવી ધમકી આપી હતી કે અમે તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું અને તને જેલમાં મોકલીશું, તમે ફાંસી થઈ જશે.તેમ કહી તેમને માર માર્યો હતો. કેસમાંથી છૂટવું હોય તો પાંચ લાખ રૂપિયા આપી દો તેની માગણી કરાઇ હતી. જો કે વૃદ્ધે પોતાની પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહેતાં કારમાં સવાર લોકોએ એક લાખ રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા આવી જાય પછી મને છોડવાની વાત કરી તેઓને પાલનપુર ડીસા અને રાધનપુર તરફ ગાડીમાં લઈ જવાયા હતા. જોકે બાદમાં વૃદ્ધે તેમના જમાઈ પાસે રૂપિયા મંગાવતા રૂપિયાના બંડલમાં ઉપર નીચે 500ની નોટો અને વચ્ચે કટીંગ કરેલા કાગળો આપી વૃદ્ધને પોલીસની મદદથી છોડાવ્યા હતા. બનાવ અંગે વૃદ્ધે પોતાને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત સાત લોકો વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

•આ સાત લોકોએ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા હતા

(૧) વશરામજી તેજાજી ચાવડા, રહે.મીઠા,તા. ભાભર
(૨) તેજમલજી લવિંગજી ઠાકોર, રહે.જાજમ,તા. સાંતલપુર
(૩) ભરતજી રતાજી ઠાકોર, રહે.મીઠા,તા.ભાભર
(૪) ભરતજી ઠાકોર, રહે.અસાણા,તા.ભાભર
(૫) વિષ્ણુજી ઠાકોર, રહે.મોનપુરા-અસાણા
(૬) હરેશ તુરી, રહે.મીઠા,તા.ભાભર
(૭) સોનલ પંચાલ, રહે. મીઠા,તા.ભાભરનો સમાવેશ થાય છે.જેમાંથી પોલીસે ઠાકોર વશરામ અને ઠાકોર તેજમલજી લવિંગજીને પકડી પાડયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0