ગરવી તાકાત મેહસાણા: મહેસાણા શહેરમાં કોરોનાએ અનેક વેપારીઓના ધંધા રોજગાર છીનવી લીધા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાના ગુમસ્તા ધારાના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા દસ માસમાં મહેસાણા શહેરમાંથી 382 વેપારીઓએ પોતાના શોપ લાયસન્સ રદ કરાવ્યા છે. જ્યારે હવે આ વર્ષેથી વેપારીઓ એક જ વખત શોપ એક્ટની જોગવાઈ મુજબ શોપ કે ઓફિસનું લાઇસન્સ લઇ શકે ત્યારબાદ તેને રીન્યુ કરાવવું પડશે.
અત્યાર સુધીમાં શોપ લાયસન્સ લેનારને પ્રથમ એક વર્ષ માટે ત્યારબાદ 3 વર્ષ અને ત્યારબાદ પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ શોપ ધરકોએ એક જ વખત લાયસન્સ માટે એપ્લાય કરવાનું રહેશે.
આથી જે લાયસન્સ ધારકોની મુદત પૂર્ણ થઈ હોય અથવા જેને નવા લાયસન્સ લેવાના હોય તેવા 466 શોપ ધરકોએ 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં નવા લાઇસન્સ કઢાવ્યા છે જેમાં રીન્યુ કરાવવાનો પણ સમાવેશ થાય છે.