મહીસાગરમાં ૬૫ વર્ષીય વૃદ્ધા સાથે યુવાને દુષ્કર્મ આચર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં એક પછી એક ગુનાખોરીની ઘટનો સામે આવી રહી છે. હત્યા, અપહરણ અને બળાત્કાર જેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરામાં સગા બાપે દીકરી સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે મહીસાગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં એક ૬૫ વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃદ્ધાએ બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, મહીસાગરમાં ગાયો ચરાવવા આવેલ વૃદ્ધા પર માસ્ક પહેરીને આવેલ યુવાને દુષ્કર્મ આચર્યું હતું. યુવાને માસ્ક પહેર્યું હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. આ મામલે પોલીસે ગુન્હો નોંધીને યુવાનની શોધખોળ કરી રહી છે.

આપણે જણાવી દઈએ કે આ પહેલા વડોદરામાં સગા બાપે જ દીકરી પર નજર બગડી હતી. અને અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેણી ગર્ભવતી થઈ જતાં પિતાએ દીકરીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.