ખેડા જિલ્લામાં 4,080 જેટલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

April 19, 2022

– ફીઝીક્સ એન્ડ કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણીત વિષયની પરીક્ષામાં 114 વિદ્યાર્થીઓ ગેરહાજર :

ગરવી તાકાત ખેડા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ગુજકેટની પરીક્ષામાં ખેડા જિલ્લામાં નોંધાયેલા ૪૨૦૪ વિદ્યાર્થીઓમાંથી ૪૦૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૧૪ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યાં હતા.

આજે રાજ્યભરમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આણંદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ફીઝીક્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ નોંધાયેલ ૨૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે ૨૦૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બાયોલોજી વિષયની પરીક્ષામાં નોંધાયેલ કુલ ૧૩૯૨ વિદ્યાર્થીઓે પૈકી ૧૩૫૧ વિદ્યાર્થીઓ હાજર અને ૪૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ નોંધાયેલ ૭૧૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે ૯૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિવિધ સરકારી તથા ખાનગી કોલેજોમાં વિવિધ એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમા એન્ડ ફાર્મસી કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0