ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામમાં એક સાથે 6 બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યું નિશાન…

July 16, 2025

ગરવી તાકાત ચાણસ્મા : ચાણસ્માના ખારા ધરવા ગામમાં 6 બંધ મકાનોમાં ચોરીની ઘટના રાત્રે બનવા પામી હતી જેમાં બે મકાનોમાંથી તસ્કરો રોકડ રકમ સહિત સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી કરી ગયા. ચાણસ્મા તાલુકાના ખારા ધરવા ગામે રહેતા લાલજીભાઈ નરોત્તમભાઈ પટેલ વડોદરા ગયા હોવાથી મકાન બંધ હતું જેમાં રાત્રે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ રૂ 1.60 લાખ તથા સોનાનો દોરો અને ચાંદીના સિક્કા લઈ ગયા.

Patan: ચાણસ્માના ખારાધરવા ગામમાં એક રાતમાં પાંચ ઘરના તાળા તૂટ્યા, થઈ લાખોની  ચોરી | around 10 lakh rupees stolen after breaking the locks of five house  in Kharadharwa village Chanasma Patan

અન્ય મકાન માલિક પટેલ રમેશભાઈ જોરદાસ પાટણ ગયા હોવાથી તેમના બંધ ઘરમાં તસ્કરો પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી દીધો હતો. અંદરથી સોનાનો દોરો સહિત 12 જેટલા ચાંદીના સિક્કા તથા પરચૂરણ પણ ઉઠાવી ગયા હતા. જ્યારે પટેલ તુલસીભાઈ માધાભાઈ, પટેલ મધુબેન અમૃતલાલ, પટેલ અનિલભાઈ નારણભાઈ તથા.

Locks of 6 closed houses broken simultaneously in Kharadharwa village of  Chansma | તસ્કરોનો આતંક: ચાણસ્માના ખારાધરવા ગામમાં એક સાથે 6 બંધ મકાનોમાં  તાળાં તૂટ્યાં - Patan News | Divya Bhaskar

પટેલ તુલસીભાઈ ઇશ્વરભાઇના મકાન પણ બંધ હતા તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું વહેલી સવારે ચાણસ્મા અને પાટણ એલસીબી પોલીસે ખારાધરવા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી મોડી સાંજ સુધીમાં ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0