સરસ્વતી ના ધનાસરા ગામે પાંચ વીઘા ઘઉં નો પાક બળી ને ખાખ થઈ ગયાે 

March 28, 2022

— અંદાજિત દોઢ લાખ રૂપિયા નું ખેડૂતને થયું છે નુકસાન :

— યુ.જી.વી.સી.એલ ના થાંભલા ની લાઈન મા આવેલા જમ્પર થયો ફોલ્ટ :

ગરવી તાકાત પાટણ :  પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા ધનાસરા ગામે ખેતર માં ઘઉં ના ઉભા પાક માં આગ લાગી હતી.યુજીસીએલ ની લાઈન માં ચેચીસ જમ્પર માં ફોલ્ટ થતા આગ લાગી હતી.ખેડૂત જોષી દેવચંદ ભીખાભાઈ ના જણાવ્યા પ્રમાણે ઘઉંનો પાક તૈયાર થઇ ગયો હતો.અને વીજળીની લાઇન માં આવતી ચેચીસ મા સતત પંદર દિવસથી થાંભલા ઉપર આવેલા લંગરમાં ફોલ્ટ થઇ રહ્યો હતો.
પરંતુ આજે તે લંગર સળગતુ બળીને નીચે પડતા પાંચ વીઘા ઘઉં ના ખેતર મા આગ લાગી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખા ખેતરમાં ફેલાઈ ગઈ હતી.અને ખેડૂત ના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘાના ૬૦ મણ ઘઉં મળે તેમ હતા.પણ કમનસીબે પાક બળી ગયો.
ઘઉં માંથી પશુ માટે હુંચેલ ઘાસચારા ની કિંમત ગણું તો એક વીઘે ૧૦ હજાર રૂપિયા થાય છે.ત્યારે આજે મારા ખેતરમાં લાગેલી આગના કારણે મને અંદાજીત રૂપિયા દોઢ લાખનું નુકસાન થયું છે. અને ખેતીકામ માં મારી સાથે જોડાયેલા લોકો ની મજુરી નું મોટું નુકશાન થયું છે. ખેડૂત ને તેના પાકનું વાવેતર મળે તેવી લોકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે.
તસવિર અને  અહેવાલ  : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0