પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા માંથી
પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બપોરના સમયે ભુલા પૂરા ગામની એક મહિલાએ પોતાની બે વર્ષની બાળકી અને માતાને પોતાની સાથે બાંધીને ઝંપલાવી દીધું હતું ઘટનાસ્થળે પહોંચેલા પતિએ ભાવુક થઈને કહ્યું હતું કે મને ખબર નથી કે તેણે આવું શા માટે કર્યું ઘરમાં તેને કોઈ તકલીફ નહોતી
મહિલા કુદી હોવાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા
બે કાંઠે વહેતી વિશાળ કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી આ મહિલાઓના કેનાલમાં ઝંપલાવ્યા બાદ લોકો દોડી આવ્યાં હતાં જેમાંથી કેટલાંક લોકોને તરતા આવડતું હોવાથી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ પાણીનો પ્રવાહ વહેતા સાંજ સુધી મળી આવ્યા ન હતા આ મામલે પોલીસને જાણ થતા ચાણસ્મા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી
ચાણસ્મા પોલીસ મથકના પીએસઆઈ આર. વી .પટેલે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમે આવી પહોંચ્યા છીએ અને અહીં ભુલપુરા ગામની એક મહિલા તેની બે વર્ષની પુત્રી અને પોતાની માતાને પોતાના સાથે બાંધી ને કેનાલમાં કૂદી હોવાની વિગતો મળી છે જોકે હજી સુધી કોઈ વ્યક્તિની લાશ મળી આવી નથી પરંતુ શોધખોળ ચાલુ છે
મને ફોન આવ્યો કે તમારા ઘરના કેનાલમાં પડ્યા : પતિ
બાબુલાલ પટેલે જણાવ્યું કે બપોરે ખાઈ પરવારીને ગરમીના કારણે ઘરમાં આરામ કરી રહ્યા હતા અને અચાનક દોઢથી પોણા બે ના ગાળામાં મારા ઉપર ફોન આવેલ કે તમારા ઘરના કેનાલમાં પડ્યા છે તરત જ હું અને મારો પરિવાર ઘટનાસ્થળે આવ્યાં હતાં કોઈ દિવસ મારા ઘરમાં મારી પુત્રી કે મારી પત્નીને કોઈ પ્રકારની તકલીફ હતી નહીં કયા કારણસર આવું પગલું ભર્યું છે તે હજુ પણ મને સમજાતું નથી તેમ કહીને તેઓ ભાવુક બની ગયાં હતાં
ઘટનાસ્થળેથી એક્ટિવા મળી આવ્યું
ગૌતમ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસે મા પુત્રી અને નાની બાળકી સાથે ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી તે ઘટના સ્થળ નજીક એક્ટિવા પણ મળી આવી છે અને ભોગ બનનારનાં પતિ બાબુલાલ પટેલે તેમનું આ એક્ટિવા પોતાની હોવાનું ઓળખી બતાવ્યું હતું
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા
મા , પુત્રી અને નાની બાળકી સાથે મોતની છલાંગ લગાવતા ચાણસ્મા સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી રામગઢ કંબોઇ તંબોળીયા ચાણસ્માના મૃતકના સગા સંબંધીઓ સહિત ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં ચાણસ્મા પોલીસે રામગઢ ગોખરવા ના ભૂવાજી ઠાકોર અંબાજી ઠાકોર રામગઢના માધાજી ઠાકોર કંબોઈના તરવૈયાઓ બોલાવીને
લાશની શોધખોળ કરવામાં આવી હતી પણ લાશ મળી શકી નહોતી ત્યારબાદ પાટણ નગરપાલિકાના વિસ્તારમાંથી તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને જ્યાં સુધી આ લખાય છે ત્યાં સુધી લાશની શોધખોળ ચાલુ હતી