ગરવી તાકાત પાટણ : પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2025 ના ગુજરાતના સંયોજક કે.સી.પટેલના સુપુત્ર અને યુ.એન.મહેતા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા નૈતિકભાઈ પટેલના ધર્મ પત્ની જાનકીબેન પટેલે તાજેતરમાં હોસ્પિટલ મેનેજમેન્ટ પર ડોક્ટરેટની પદવી મેળવતા હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવ ર્સિટીના રજીસ્ટર ડો.રોહિતભાઈ દેસાઈ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના ડીન ડો.કે કે પટેલ દ્વારા તેઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

ડો.જાનકીબેન નૈતિકભાઇ પટેલે આ અગાઉ અમદાવાદની ખ્યાતનામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ સિમ્સ હોસ્પિટલ ના મેનેજમેન્ટ તરીકે તેમજ યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં મેડિકલ રેકોર્ડ ઓફિસર તરીકે પ્રસંસનીય સેવાઓ આપી છે. ડો.જાનકીબેન નૈતિકભાઇ પટેલે હોસ્પિટલ મેનેજ મેન્ટ મા પીએચડી ની પદવી પ્રાપ્ત કરતા તેઓના પરિવારજનો સહિત સગા-સંબંધી અને સ્નેહી મિત્રોએ શુભેચ્છા ઓ વ્યક્ત કરી તેઓ ઉત રોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવાં આશિષ પાઠવ્યા હતાં..


