પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલનું ધોરણ 10 નું જ્વલંત પરિણામ 93.16 ટકા…..

May 10, 2025

ગરવી તાકાત પાટણ : નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી આર પટેલ ઉ.મા.શાળા પાટણનું માર્ચ 2025 નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 82.14 ટકા અને સામાન્ય પ્રવાહ 99.60 ટકા બાદ ધોરણ 10 નું પણજ્વલંત પરિણામ 93.16 ટકા આવેલ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી અમારી શાળાના આ વર્ષના પરિણામમાં એ વન ગ્રેડમાં 11 અને એટુ ગ્રેડમાં કુલ 26 બાળકોનો સમાવેશ થાય છે શાળાએ મેળવેલ સુંદર પરિણામ એ વિદ્યાર્થીઓની કઠોર મહેનત અને પરિશ્રમનું પરિણામ છે.

શાળાના આ તેજસ્વી ફૂલની જેમ ખીલતા વિદ્યાર્થીઓના માર્ગદર્શક બગીચા રૂપી માળી તરીકેનું જેમણે શિક્ષણનું સિંચન કરેલ છે એવા તમામ શાળાના શિક્ષક શ્રીઓને પણ દિલથી અભિનંદન . માર્ચ 2025 માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ છે તે પૈકી ખાસ શાળાના પ્રિય એવા વિદ્યાર્થીઓ કે જેઓ કેટલાક વિષયોમાં ભણવામાં કચાશ અનુભવતા હતા જેમના માટે શાળા કક્ષાએ અલગ વર્ગોનું આયોજન થયેલ અને એવા 35 જેટલા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષક મિત્રોએ કરેલ મહેનત રંગ લાવી અને તે પૈકી 22 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે જે અમારા સૌના માટે વિશેષ ગૌરવની બાબત છે.

આગામી અભ્યાસ માટે બાળકો જ્યારે સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી અભ્યાસ કરવાના છે ત્યારે તેમના માટે શાળા અને શાળા મંડળ હંમેશા એમના તમામ પ્રકારના શૈક્ષણિક કે આર્થિક પ્રશ્નોની ચિંતા અને ચિંતન કરતું રહેશે. તેમની ઉજવળ કારકિર્દી માટે સમગ્ર શાળા પરિવાર અને શાળા મંડળ હુંફ અને પ્રેરણા પૂરી પાડશે. આ સુંદર પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા તેમને ખૂબ જ સુંદર શિક્ષણ અને માર્ગદર્શન આપનાર શિક્ષકશ્રીઓને એન.જી.ઈ.એસ. કેમ્પસના સીડીઓ પ્રો.જય ધ્રુવ સર , શાળાના ઈ. આચાર્યશ્રી ડૉ . ઝુઝારસિંહ સોઢા બંને સુપરવાઇઝર શ્રીહર્ષદભાઈ ડામોર તથા શ્રી ગમનભાઈ સુથારે શુભેચ્છાઓ આપીને અભિનંદન પાઠવેલ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0