ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચૂંટણી વેરાવતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો કાંસા-પાતળીયા ગામની દૂધ મંડળીએ કથિત રીતે રાજકીય દ્વેષ રાખીને ખેડૂતોનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો આ અન્યાય સામે રોષે ભરાયેલા પશુપાલકો રાત્રિના સમયે દૂધના કેન લઈને દાંતા પોલીસ મથકે ન્યાયની માંગ સાથે પહોંચ્યા ગામના આગેવાન બકા અરજણ ગમારના જણાવ્યા અનુસાર, તાજેતરની ચૂંટણીમાં કાંસા-પાતળીયા ગામમાંથી 60%થી વધુ મતદાન ભાજપની તરફેણમાં થયું.

આ પરિણામથી નારાજ થઈ ગામના સરપંચ અને પાતળીયા દૂધ મંડળીના સભ્યોએ બદલાની ભાવનાથી ખેડૂતોને પરેશાન કરવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ કોઈપણ પૂર્વ નોટિસ કે કાયદેસરના કારણ વગર મંડળીએ અચાનક જ સવાર-સાંજનું દૂધ લેવાનું બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પશુપાલકોનો આક્ષેપ કે લોકશાહી ઢબે મતદાન કરવા બદલ સરપંચ અને મંડળીના સત્તાધીશો તેમની રોજીરોટી છીનવી રહ્યા દૂધ બગડી જવાની ભીતિ અને આર્થિક નુકસાનના ડરથી મોટી સંખ્યામાં પશુપાલકો પોલીસ સ્ટેશને દોડી ગયા.

પરિવારનું ગુજરાન દૂધના વ્યવસાય પર નિર્ભર ત્યારે રાજકીય કિન્નાખોરી રાખીને અમને કેમ હેરાન કરવામાં આવે તેવા પ્રશ્નો સાથે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો પશુપાલકોએ માંગ કરી કે દૂધ મંડળીના સંચાલકો અને સરપંચ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી દૂધ લેવાની પ્રક્રિયા પુન શરૂ કરાવવામાં આવે હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી યોગ્ય ન્યાયની ખાતરી આપી.


