સતલાસણાના આંકલિયારા ગામમાં ચૂંટણીની અદાવતમાં ખેડૂત અને નિવૃત્ત નાયબ મામલતદાર વચ્ચે મારામારી…

July 10, 2025

ગરવી તાકાત મહેસાણા : સતલાસણાના આંકલિયારા ગામમાં નિવૃત્ત નાયબ મામલતદાર અને ખેડૂત વચ્ચે સરપંચની ચૂંટણીની અદાવતને લઇ ઝઘડો થયો જેમાં બંને વચ્ચે મારામારી અને ઝપાઝપી થઇ સતલાસણા પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી ખેડૂત લાલજીભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બાઇક લઇને ઘરેથી બેંકમાં કામકાજ અર્થે જઇ રહ્યા.

સોનગઢ : જૂની અદાવત રાખી મારામારી થતાં એક યુવક સામે ગુનો દાખલ થયો

ત્યારે રસ્તામાં તેમની પાછળ નિવૃત નાયબ મામલતદાર નટવરસિંહ ચેહરસિંહ ચૌહાણ બાઇક લઇને આવ્યા સરપંચની ચૂંટણીની અદાવતમાં રસ્તામાં તેમને રોકી અપશબ્દો બોલી નટવરસિંહે તેમને લાફા ઝીંકી દીધા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. જ્યારે નિવૃત નાયબ મામલતદાર નટવરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ,

Mehsana: વાવ-ધરોઈ રોડ પર વાહનની ટક્કરે નિવૃત્ત ફોરેસ્ટકર્મીનું મોત,  નિવૃત્તિ બાદ સેવા આપવા જતા અકસ્માત નડયો

તેઓ બાઇક લઇને ઘરેથી સતલાસણા ઓફિસે જઇ રહ્યા ત્યારે રસ્તામાં લાલજીભાઇ માનસંગભાઇ ચૌધરી મળતાં તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે સરપંચની ચૂંટણીને લઇ માનસંગભાઇએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી તેમને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમણે પત્ની અને દીકરીને ફોન કરી સારવાર અર્થે હોસ્પિટલ ગયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0