સુઇગામ તાલુકાના તમામ ગામોમાં અત્યારે ખેતરોમાં પાણીરૂપી લીલો દુષ્કાળ અને ઘરોમાં અનાજ-કરિયાણા વગરનો સૂકો દુષ્કાળ”

September 16, 2025

-> આવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોના પડખે સંવેદનશીલ સરકારના સંવેદનશીલ સૈનિકો(કર્મચારીઓ)ની સુ-વ્યવસ્થિત ટીમવર્ક થકી સહાયના નાણાં ટૂંક સમયમાં DBT (ડાઇરેક્ટ બેનિફિકરી ટ્રાન્સફર)થી જમા થશે :

ગરવી તાકાત બનાસકાંઠા : સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાના તમામ ગામોમાં તા.૭ મી સપ્ટેમ્બર થી ૯ મી સપ્ટેમ્બર સુધીમાં પડેલ અતિ ભારે વરસાદના પગલે તમામ ગામોમાં અચાનક ઘોડાપૂરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સત્વરે ડિઝાસ્ટર કામગીરી-૨૦૨૫ અંતર્ગત અસરગ્રસ્ત પરિવારોને મળનાર સહાય મુજબ “સ્થળાંતર કરેલ પરિવારોનું સરકારી શેલ્ટર હોમમાં રોકાણ ખેતરોમાં થયેલ પાક નિષ્ફળ સહાય જમીન ધોવાણ સહાય રોજગારી રૂપે કેશડોલ્સ ઘરવખરી સહાય પશુ મરણ સહાય આરોગ્ય કેમ્પ ક્લોરિનિકેશનયુક્ત શુદ્ધ પાણી પશુઓને ઘાસ ચારો મકાન નુકશાન સહાય અને સરકારશ્રી અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા દરેક પરિવારોમાં ડોર ટૂ ડોર રોજિંદા જીવનની ખાદ્ય કીટ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે કરિયાણું કપડાં તાડપત્રી વાસણો પશુ ખોળ જેવી અનેકવિધ સેવાઓ અને સહાયનું વળતર વહીવટી તંત્રની ટીમો દ્વારા પરિવારોને ઘર આંગણે તમામ સેવાઓ અને સહાય અંગેની દરખાસ્તો તૈયાર કરવા અંગેના ફોર્મમાં થનાર ખર્ચ બિલકુલ નિઃશુલ્ક થાય.

તે માટે “સુઇગામ નોડલ અધિકારીશ્રી  નિનામા સાહેબશ્રી દ્વારા પદ્ધતિસરનો એક્શન પ્લાન મુજબ દરેક સર્વે ટીમોના કર્મચારીઓ સાથે સુમેળભર્યો વ્યવહાર રાખીને અને અસરગ્રસ્ત પરિવારો સાથે સીધો સંવાદ કરીને પડતી સમસ્યાઓનો સ્થળ પર તુરંત નિકાલ લાવીને અત્યારે મોટાભાગના ગામોમાં સર્વે ટીમો દ્વારા તમામ સર્વે ટૂંક સમયમાં પૂર્ણ કર્યા બાદ ચૂકવણા અંગેની દરખાસ્તો સત્વરે તૈયાર કરીને અસરગ્રસ્ત પરિવારોના બેંક ખાતામાં DBT( ડાઇરેક્ટ બેનિફિકરી ટ્રાન્સફર)થી નાણા જમા થઈ જશે ખરેખર સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર આથી પૂર અસરગ્રસ્ત પરિવારોને વહીવટીતંત્ર દ્વારા સાધનિક કાગળોના ઝેરોક્ષ કે ફોર્મ અંગેનો ખર્ચ પણ નિઃશુલ્ક છે.

અત્યારે સુઇગામ તાલુકાના તમામ ગામોમાં અત્યારે વિકટ પરિસ્થિતિમાં દરેક પરિવારોના પડખે ઊભા રહીને “સંવેદનશીલ સરકારના”સૈનિકરૂપી કર્મચારીઓ તમામ પ્રકારની સહાય અંગેનું સ્થળ સર્વે સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં કટિબદ્ધ છે દરેક ગામોમાં બનાવેલ ટીમોના સભ્યો ખભે ખભો મિલાવીને કામગીરી કરી રહ્યા છે તમામ અસરગ્રસ્ત પરિવારોને મળનાર સહાયનું ચૂકવણું ટૂંક સમયમર્યાદામાં તુરંત બેંક એકાઉન્ટમાં DBT થી કરનાર હોઈ_દરેક કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ મે.નોડલ અધિકારીશ્રી(IAS નિનામા સર ગાંધીનગર),હાલ સુઇગામ ખાતે દર બે-બે કલાકે રૂબરૂ કોલથી અથવા રૂબરૂ મુલાકાત દરમ્યાન રિવ્યૂ લઈ રહ્યા છે અને નાની મોટી આવતી સમસ્યાઓનો કોઠાસૂઝથી સ્થળપ્રત નિકાલ કરવામાં આવે છે.”

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0