ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના આખજ ગામમાં પોતાની દીકરીને મળવા આવેલ પિતા પર દીકરીના પતિએ પેટ્રોલ છાંટ્યું અને તેને સળગાવવા માટે મદદ કરનાર કુલ 3 લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી. બનાસકાંઠાના વડગામના કોદરામ ગામના રહેવાસી દિનેશભાઈ મફતભાઈ સોલંકીએ લાંઘણજ પોલીસ મથકે નોંધાવેલે પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીએ પોતાની દીકરી સંગીતના લગ્ન 4 વર્ષ પૂર્વે આખજ ગામમાં રહેતા દંતાણી સંજય સાથે કરવામાં આવ્યા.

પોતાની દીકરીને મળવા માટે આખજ આવ્યા ત્યારે દીકરીને પોતાની સાથે લઈ જવા બાબતે ના પાડતાં અને જમાઈએ કહું કે તમારી પાસેથી જે રૂપિયા લેવાના છે તે આપી દો. તેમ કહેતાં બોલાચાલી થતાં પુત્રીની સાસુ ગાળાગાળી બોલવા લાગેલ દરમિયાન જમાઈએ ઘરમાં પડેલ પેટ્રોલની બોટલ લઈને ફરિયાદીના શરીર પર છાંટ્યું અને બાજુમાં રહેલ કરણસિંહ દિવાસળી ચાંપતા સળગી ઉઠ્યા.

આ બનાવ સમયે તેમની સાથે રહેલ ભાણાએ 108ને જાણ કરતાં મહેસાણા સિવિલ ખાતે સારવાર આપીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જે અંગે પોલીસ મથકે કસ્તુરબેન પોપટલાલ દંતાણી, સંજયકુમાર પોપટલાલ દંતાણી, કરણસિંહ ચાવડા, તમામ રહે આખજ એમ કુલ 3 સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.


