ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 4 હજાર કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ હજારને પાર

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ દેશમાં સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે, મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના કેસ ખતરનાક રીતે વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બે મહાનગરોમાં એક જ દિવસમાં કેસ બમણા થઈ ગયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો બુધવારે અહીં કોરોનાએ વિસ્ફોટ કર્યો છે, એક જ દિવસમાં ૨૫૧૦ નવા કેસ સામે આવતાં લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પણ સ્થિતિ ગંભીર બની ગઈ છે.

એક દિવસમાં ૯૨૩ કેસ આવતાં ત્રીજા મોજાની શક્યતા વધી ગઈ છે. અહીં ચેપ દર પણ ૧.૨૯ ટકા નોંધાયો હતો. આ બધાની વચ્ચે, ઓમિક્રોન વેરિઅન્ટે પંજાબ રાજ્યમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૨૫૨ કેસ છે, જ્યારે રાજધાની દિલ્હી ૨૩૮ કેસ સાથે બીજા ક્રમે છે. જ્યારે ગુજરાત ૯૭ કેસ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય જાે આપણે અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન (૬૯), તેલંગાણા (૬૨), તમિલનાડુ (૪૫)માં કેસ છે.

કોરોનાના નવા પ્રકારના ચેપની ગતિને ઝડપી બનાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા ૯૬૧ પર પહોંચી ગઈ છે. જેમાં દિલ્હી ૨૬૩ દર્દીઓ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે મહારાષ્ટ્ર ૨૫૨ દર્દીઓ સાથે બીજા સ્થાને છે,ભારતમાં કોરોનાનો કહેર શરૂ થઈ ગયો છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૧૫૪ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ ૪૦૦૦ વધુ છે. આ સમયગાળા દરમિયાન ૨૬૮ લોકોના મોત થયા છે,ઉલ્લેખનીય છે કે બુધવારે દેશમાં કોરોનાના ૯,૧૯૫ કેસ નોંધાયા હતા.કોરોનાની વધતી ઝડપે ઘણી રાજ્ય સરકારોની ટેન્શન વધારી દીધી છે. ખતરાને જાેતા મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં આજથી ૭ જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.