ઉદ્યોગપતિઓના કરોડના દેવા માફ તો ખેડૂતોના કેમ નહિ?…

November 6, 2025

-> સુઇગામ.વાવ.થરાદ અને ભાભર ના પાયમાલ થયેલા ખેડૂતોને જેટલું વાવેતર તેટલું વળતર આપો, દેવા માફ કરો :

ગરવી તાકાત  બનાસકાંઠા : સુઇગામ વાવ થરાદ અને ભાભર ભારે વરસાદ થી નુકસાન થયું અને ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત સરકારે કરવી જોઈએ, સમગ ખેડૂતોને નુકસાની માટે સરકાર જવાબદારી સ્વીકારે અને નાટકબાજી કર્યા વિના ખેડૂતોના તમામ દેવા માફ કરવાની ઘોષણા કરે. ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, સંઘર્ષથી ટેવાયેલા ખેડૂતો મનોબળ તૂટતું જોઈ આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતો આવા પગલાં ના ભરે તે જરૂરી છે. ગુજરાતના ખેડૂતોએ ક્યારેય ના જોઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખેડૂતોનો ઊભો પાક છિનવાઈ ગયો.

AAP demands Rs 50,000 per hectare assistance to farmers | ખેડૂતોને હેક્ટર  દીઠ 50 હજાર સહાય આપવા AAPની માગ: ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ  માફ થઈ શકે, તો ...

.ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો પાયમાલીના આરે છે, બેંકના ધીરાણ પણ ભરી શકવાની હાલતમાં તેઓ નથી, ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ ગંભીરપણે વધી રહી છે અને લગભગ રોજિંદી બાબત બની છે. ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માગણી અગાઉ કરાઈ હતી અને હવે ફરી સરકારે તાત્કાલિક ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવી જોઈએ, આ સ્થિતિમાં જે સરકાર સર્વેના નામે ખેડૂતોને કનડગત કરવામાં આવી રહી છે, આવી અનેક ફરિયાદો ઊઠી છે ત્યારે સરકારે સર્વેના નાટક બંધ કરીને જેટલું ખેડૂતનું વાવેતર હોય તેટલું તેમને વળતર આપવું જોઈએ.

ભૂતકાળમાં કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોના ૭૨ હજાર કરોડના દેવા માફ કરાયા હતા. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે કહ્યું હતું કે, સરકાર બનતાં જ પહેલી જાહેરાત ખેડૂતોના દેવા માફીની થશે, પછી પણ થઈ નથી. ગુજરાતના ખેડૂતો આફતમાં હોય ત્યારે ડબલ એન્જિન સરકારને દેવા માફી કરતા કોણ રોકી રહ્યું છે? ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કરોડના દેવા માફ કરી શકતી હોય, દેશથી ભાગનારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના કેમ નહિ? ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. પશુપાલકો પણ મુશ્કેલીમાં છે. ઘાસચારાની અછત ઊભી થઈ છે.. અહેવાલ. નવીન ચૌધરી. સુઇગામ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0