ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષની ચૂંટણીને લઈને ભારે હોબાળો, TDOને રજૂઆત….

June 23, 2026

ગરવી તાકાત અરવલ્લી : ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષની ચૂંટણીને લઈને ભારે હોબાળો થયો કોંગ્રેસના બહુમતી સભ્યો હોવા છતાં ભાજપના ઉમેદવાર કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવતા આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની સભ્યોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન સ્પીકરની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કાર્યવાહી અને સૂચનાઓ સ્પષ્ટ રીતે સંભળાઈ નહોતી આ ગેરસમજના કારણે કેટલાક કોંગ્રેસી સભ્યોએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં હાથ ઊંચા કર્યા હોવાનું મનાય આ ઘટના બાદ કોંગ્રેસના ૧૩ તાલુકા પંચાયત સભ્યોએ સામાન્ય સભાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો તેમણે બેઠક મોકૂફ રાખવાની માંગ કરી.

સભ્યોનું કહેવું કે સ્પષ્ટ માહિતીના અભાવે થયેલી પ્રક્રિયાને માન્ય ગણવી યોગ્ય નથી અને સમગ્ર મામલાની પુનઃ સમીક્ષા થવી જોઈએ આ મુદ્દે તાલુકા પંચાયતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) ચિંતનભાઈ સમક્ષ લેખિત રજૂઆત કરી રજૂઆતમાં બહુમતી સભ્યોની માંગને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવા અને પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા અનુરોધ કરાયો તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા અનિલ હડુલા સહિતના સભ્યોએ જણાવ્યું સામાન્ય સભામાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ તેમણે સભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખી આગળની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી.

તાલુકા વિકાસ અધિકારી ચિંતનભાઈ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી તેમણે જણાવ્યું સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના માટે ત્રણ યાદીઓ મળી પ્રથમ યાદીમાં સામાજિક ન્યાય સમિતિની રચના સર્વસંમતિથી મંજૂર થઈ બીજી યાદીમાં કારોબારી અધ્યક્ષ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેને ૭-૭ મત મળતા ટાઈ પડી સરખા મત મળતા ચિઠ્ઠી ઉપાડવાની વાત થતા કોંગ્રેસના સદસ્યોએ સભા છોડી દીધી તેમણે ઉમેર્યું કુલ સભ્યોના એક તૃતીયાંશ સદસ્યો હાજર હોવાથી સભા ચાલુ રાખવી પડી સભા મુલતવી રાખવા સદસ્યો દ્વારા જે રજૂઆત આવી તે બાબતે યોગ્ય નિર્ણય કરાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0