538 પોલીસ કર્મચારીઓને દિવાળીના તહેવાર ટાણે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિર્ણયથી હર્ષથી હર્ષોલ્લાસ થયા!! 538 ASI બનશે PSI 

November 8, 2023

સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે આજે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું

તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું

થોડા દિવસ પહેલા હેડ કોન્સ્ટેબલ માંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી. ત્યારે દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ખુશીના સમાચાર મળ્યા છે. સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે આજે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે, જેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે.

When to order PSi exam pass to more than 600 ASIs?: Questions pending for  three months – Aravalli Samachar

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હેડ કોન્સ્ટેબલ માંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે નવા 538 PSI પોલીસ ટીમમાં સામેલ થઈ શહેરની સલામતી માટે તૈનાત થશે. ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે પોલીસ કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે. બિન હથયાર ASIમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ -3ની ખાલી જગ્યાઓ ખાતાકિય બઢતી (મોડ-૩) થી ભરવાની બાબતને સરકારે લીલીઝંડી આપી છે. સરકારે આજે જાહેરાત કરી છે

કે બી / પો.સ.ઈ.-૧૮ મોડ-૩ / બત / મંજુરી – ૨૯૬૯ ૮ ૨૦૨૩ થી આપે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-૩), વર્ગ–૩ સંવર્ગની જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવા વિભાગના તારીખ ૨૪-૦૮-૨૦૨૩ના સરખા ક્રમાંકના પત્રથી આપેલ મંજુરી અન્વયે ફેર વિચારણા કરવા અત્રે દરખાસ્ત કરેલ જે બાબતે સરકાર કક્ષાએ વિચારણા હાથધરી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-૩), વર્ગ-૩ની ૫૩૮ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજુરી આપવામાં આવે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0