અરવલ્લી જિલ્લાના મેઘરજના છીટાદરા ગામે યુવકનો હત્યારો હોમગાર્ડ જવાન ઝડપાયો….

May 7, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છિટાદરા ગામે સામાન્ય બાબતને લઈને એક યુવકની હત્યા કરવામાં આવી ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાને ગામના જ યુવક પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો મૃતક યુવક રાકેશ ક્લાસવા તેની બહેનને બસ સ્ટેશને લેવા મિત્ર દિવ્યરાજ ખરાડી સાથે બાઇક પર જઈ રહ્યો તે સમયે ગામનો જ પ્રકાશ તરાળ નશાની હાલતમાં તેના નાના બાળકને બાઇક પર જોખમી રીતે લઈ જતો રાકેશે બાળકને આ રીતે ન લટકાવવા અને તેને ઘરે પહોંચાડવાની વાત કરતા પ્રકાશ ઉશ્કેરાઈ ગયો.

Chhitadra Murder; Homeguard Arrested in Meghraj | Gujarat News

આ ઘટના બાદ રાકેશ તેની બહેન અને મિત્ર દિવ્યરાજ સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો રસ્તામાં અચાનક પ્રકાશ તરાળ બાઇક આગળ આવી ગયો અને તેની પાસે રાખેલા બોથડ પદાર્થ વડે હુમલો બાઇક ચલાવી રહેલા દિવ્યરાજ ખરાડી નમી જતા, બોથડ પદાર્થ રાકેશ ક્લાસવાને ગરદનના ભાગે વાગ્યો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હુમલો કર્યા બાદ પ્રકાશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો દિવ્યરાજ ખરાડીએ તરત જ ફોન કરીને ગામના લોકોને જાણ કરી જેથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા.

ઇસરી પોલીસને જાણ કરાતા ઇસરી, મેઘરજ સહિત જિલ્લામાંથી LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ઘાયલ રાકેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇસરી સીએચસી ખાતે ખસેડ્યો મૃતકની બહેન પુષ્પાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ તરાળની ધરપકડ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0