ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો રાજસ્થાનનો આ આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ ઝડપાયેલા આરોપીનું નામ રહીશ મો. રશીદ કુરેશી જે જયપુર (રાજસ્થાન)ના પાડા મુડી વિસ્તારનો રહેવાસી તે પશુ લે-વેચનો ધંધો કરે.

તેની સામે ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુનાઓ નોંધાયેલા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, PSI એ.પી. માળી અને સ્ટાફ વોચમાં હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ દ્વારા વિપુલસિંહ અને રાકેશસિંહને માહિતી મળી કે આરોપી જયપુરમાં પશુ લે-વેચનો ધંધો કરે.
![]()
પોલીસે સોશિયલ મીડિયા દ્વારા આરોપીનો સંપર્ક કર્યો પોલીસે ધંધાકીય વાતચીત કરીને આરોપીને પશુ લે-વેચ માટે અમદાવાદ બોલાવ્યો લોકેશન ટ્રેક કરીને તેને હિંમતનગરના મોતીપુરા બસ સ્ટેન્ડ ખાતેથી ડિટેઈન કરવામાં આવ્યો ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.


