ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

August 17, 2022

ગરવી તાકાત ગુજરાત : ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. નદીઓ-ડેમ છલકાઇ ગયા તો ક્યાંક ભારે વરસાદને કારણે સ્ટેટ હાઇવે પણ કલાકો સુધી બંધ રહેવા પામ્યા છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે  ત્યારે હજી પણ આગામી 24 કલાક મેઘરાજા ગુજરાતને બરાબર  ઘમરોળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. ગુજરાતમાં હજુ સુધી વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું. તેમજ આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે. આ ઉપરાંત  મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.  જો કે  આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

મહત્વનું છે કે બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ, દાંતીવાડામાં 2 ઈંચ વરસાદ, ડીસામાં 2 ઈંચ વરસાદ, થરાદમાં 1 ઈંચ, સુઈગામ અને અમીરગઢમાં પોણો ઈંચ વરસાદ, પાટણના સિદ્ધપુરમાં 1.2 ઈંચ, શંખેશ્વરમાં 1 ઈંચ વરસાદ, રાધનપુરમાં 1 ઈંચ વરસાદ અને કચ્છના લખપતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ અને વંથલીમાં 2 ઈંચ વરસાદ, માણાવદરમાં 1 ઈંચ અને કેશોદમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમરેલીના વડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ. ગુજરાતમાં સુરતના ઉમરપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0