પાટણમાં ફટાકડાના વેપારમાં 8.38 લાખની ઉચાપત કરનાર હેડ કોન્સ્ટેબલે કોર્ટમાં કર્યો સરેન્ડર…

June 18, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ પોલીસ હેડક્વાર્ટર્સમાં કેન્ટીન મેનેજર અને સ્ટોર અધિકારી તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઇ પલાસે આજે પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કર્યું તેમની સામે રૂ. 8,38,610ની ઉચાપતનો આરોપ છે. આરોપી પ્રતાપભાઇ પલાસે જાન્યુઆરી 2022થી ડિસેમ્બર 2023 દરમિયાન પોતાની કેન્ટિન મેનેજરની ફરજ દરમિયાન ગેરરીતિ આચરી હતી.

Police stations of Patan were upgraded | પાટણના પોલીસ સ્ટેશનો અપગ્રેડ  ​​​​​​​થયા: જિલ્લાનાં અપગ્રેડ કરેલા પાંચ પોલીસ સ્ટેશનોમાં પીએસઆઇનાં બદલે  પી.આઈ. ની ...

તેમણે પોતાની પત્નીની મદદથી પોલીસ વેલ્ફેર દ્વારા ખરીદવામાં આવેલા ફટાકડાની ખરીદી અને વેચાણના નફાની રકમ પોલીસ વેલ્ફેર ફંડમાં જમા કરાવી ન હતી. પાટણના PI કે.જે.ભોયેએ 3 જુલાઈ 2024ના રોજ આરોપી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો અને આરોપીએ આ રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી અને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

In the Patan court campus, the complainant demanded papers and checks and  threatened them, a crime was registered against two persons | ધમકી આપ્યાની  ફરિયાદ: પાટણ કોર્ટ કેમ્પસમાં ફરિયાદી પાસે કાગળો અને

ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો સિદ્ધપુરના DySP કે.કે.પંડ્યા આ કેસની તપાસ કરી રહ્યા છે. આરોપીના સરેન્ડર બાદ તેમના PSI અને રાઇટરે કોર્ટમાંથી આરોપીનો કબજો મેળવ્યો છે. વકીલ એસ.પી.નિમાવતના જણાવ્યા મુજબ, પોલીસ હવે આરોપીના રિમાન્ડ માંગી શકે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0