પાલનપુરમાં ૧૦૮ ના લડવૈયાનો હેપ્પી બર્થ ડે ઉજવવામાં આવ્યો

April 5, 2022
ગરવી તાકાત પાલનપુર :  GVK EMRI 108 ની ટીમ જે દિવસ રાત, તડકો કે છાયો જોયા વગર હરહમેંશ ૨૪ કલાક માનવ જીંદગી બચાવવામાં સફળ રહેતી હોય છે અને તે ૧૦૮ ની ટીમ ઇએમટી અને પાયલોટ એમ મુખ્ય બે લોકો ની ભૂમિકા હોય છે તેમાં જે ઇએમટી એટલે કે ઇમરજન્સી મેડીકલ ટેકનીશ્યનને વિશ્વ ભરમાં ૨ જી એપ્રિલ ના રોજ ઇએમટી ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
તેના ભાગ રૂપે GVK EMRI ના  વિવિધ પ્રોજેકટ  જેમ કે ૧૦૮, ૧૯૬૨, એમ.એચ.યુ ના ઇએમટીને આજ રોજ પાલનપુર ખાતે બેડમિન્ટનની મેચનું આયોજન કરી ને તેમની સામે ૧૦૮ અને ૧૯૬૨ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના  પ્રોગ્રામ મેનેજર મેચ રમીને ઇએમટી ને પ્રોત્સાહિત કાર્ય હતા અને તેમાં કુલ ૧૮ ટીમે ભાગ લીધો હતો અને તેમાંથી ૯ ટીમ બીજા રાઉન્ડ માટે સિલેક્ટ થયા હતા અને આ ઇએમટી ડે ને વધુ સુંદર બનાવવા માટે કેક કાપી ને ઇએમટી ડે ઉજવવામા આવ્યો હતો. આ પ્રસંગે ૧૦૮, ૧૯૬૨, એમ.એચ.યુ. ના પ્રોગ્રામ મેનેજર અને સુપર વાઇઝરો હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0