થરા શ્રી ઓગડ વિધા મંદિર ખાતે ગુરૂ પૂર્ણિમાએ જૈન સાધ્વીજીએ ગુરૂનું મહત્વ સમજાવ્યું

July 13, 2022
ગરવી તાકાત કાંકરેજ :  કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રી ઓગડ વિધા મંદિર ખાતે ગઈકાલે અષાઢી પૂનમ એટલે ગુરૂ પૂ્ર્ણિમાના દિવસે તા.૧૧/૦૭/૮૭ ના રોજ કાંકરેજ તાલુકાના પૂર્વ.ધારાસભ્ય અને મંડળના પ્રમુખ શાંતિલાલ છોટાલાલ ધાણધારા -ભગતભાઈનો સ્વર્ગવાસ થયેલ. સ્વ.ભગતભાઈની ૩૫મી પુણ્ય તિથિ તથા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે થરામાં ચાતુર્માસમાં પધરામણી કરેલ પ. પૂ. ભક્તિ પ્રેમ સૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ પ.પૂ. પ્ર.વિધુત રત્નપ્રભાશ્રીજી. મ. સા. શિષ્યા પ.પૂ. નિર્વેદ રત્નપ્રભાશ્રીજી. મ. સા.ના પટ્ટશિષ્યા પ. પૂ. કાવ્યનિધિ રત્નપ્રભાશ્રીજી. મ. સા.એ શાળામાં આવી જીવન જીવવામાં દરેક ક્ષેત્રમાં ગુરૂ નું મહત્વ વિધાર્થીઓને રસ પડે તેવા દષ્ટાંત સહ સમજાવી.વ્યસનો વિકૃત વિચારોથી દૂર રહી સારા વિચારોનો અમલ તાત્કાલિક કરવા જણાવ્યું હતું.
પી.એચ.ડી.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત પૂ. સાધ્વીજીના મનનીય પ્રવચન માંગલિકને ટ્રસ્ટી સ્ટાફ ગણ વિધાર્થીઓએ શાંતિથી સાંભળીને ભાવુક બન્યા હતા.કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા ના પૂર્વ. પ્રમુખ સ્વ.શાંતિલાલ છોટાલાલ ધાણધારા ભગતભાઇની ૩૫મી પૂ્ણ્યતિથિ ધો. ૬ થી ૧૨ના વિધાર્થી ભાઇ બહેનો,ટ્રસ્ટીઓ સ્ટાફ પરિવારે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. આ પ્રસંગે મંડળ ના ટ્રસ્ટી જીતુભાઇ ધાણધારા, હરગોવનભાઇ ત્રિવેદી, રાજેશભાઇ સોની,શાળાના ઈન્ચાર્જ આચાર્ય અશોકભાઈ એસ.વાલાણી,ભાવ સંગ બી.પઢિયાર, યશપાલસિંહ ટી. વાઘેલા,બી.ડી.પટેલ, વાય.એ. બારોટ, વી.એમ.રાવળ, એસ.સી.બારોટ, જે.ટી.જોષી, કે.આઇ. પ્રજાપતિ, એલ.એચ.દેસાઈ,વી.કે.ચૌધરી, કે.એલ.વાઘેલા, સી.એસ.પરમાર, એસ.એચ.ચૌધરી, વી.એન. ઠાકોર, આર. ડી.પરમાર, જે.એલ.સોનારા. વી.આર.જોષી તથા સ્ટાફ ગણ હાજર રહી ગુરૂ પૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0