ગુજરાતની સૌથી મોટી ટોપલા ઉજવણી સરસ્વતી ના સરીયદ ગામે નીકળી

April 9, 2022

— વર્ષોથી ચાલી આવતી જોગણી માતાજી ની ટોપલા ઉજાણી આજે પણ અકબંધ નીકળે છે :

ગરવી તાકાત પાટણ :  ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્ર મહિનો એટલે ચૈત્રી નવરાત્રી કહેવાય છે.ચૈત્ર મહિનામાં લોકો દેવી-દેવતાઓને પરંપરાગત રીતે આવતા કરવઠા કરતા હોય છે.તેમાં ચૈત્ર મહિનામાં માતાજીના પ્રસંગોનું અનેરૂ મહત્વ હોય છે.ત્યારે વાત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા સરીયદ ગામે જોગણી માતાજી ની ટોપલા ઉજાણી ચૈત્ર સુદ આઠમના દિવસે નીકળી હતી.દર વર્ષની જેમ આ
વર્ષે પણ ઉજાણી વાજતે ગાજતે હર ઉલ્લાસ સાથે નીકળી હતી.ગામની અંદર આવેલા માતાજીનું જુનુ સ્થાનક આવેલું છે.જુના સ્થાનકે થી ઢોલ અને શરણાઇ ના સુરો સાથે બેહેનો માથા ઉપર ટોપલા લઇ  માતાજીનું નિવેધ લઇ નીકળે છે.પછી ત્યાંથી એક કિલોમીટરના અંતરે ગામની બહાર આવેલ જોગણી માતાના નવા મંદિરે આ ઉજાણી નો ઉત્સવ ઉજવાય છે.આ ઉજાણી માં લોકો ફુલાળા ગરબા માથે લઈને નાચતા માતાજી ના નવા સ્થાનિકે જાય છે.લોક વાયકા પ્રમાણે ગામમાં ગંભીર રોગચાળો એટલે કે રોળીયું આવ્યું હતું.ગામમાં માંદગીના ખાટલા ઘેર ઘેર છવાયા હતા.ત્યારે જુના વડવાઓએ જોગણી માતાને અરજી કરી હતી કે ગામમાંથી રોગ જતો રહ્નેે અને ગામના લોકો સુખ શાંતિથી રહે તે માટે તેમણે જોગણી માતજી નું નિવેશ ગામની બહાર કરવાની માતાજી પાસે એક લીધી હતી.આ ટેક ની ઉજાણી ના સ્વરૂપમાં સરીયદ ગામના રોહિત સમાજના લોકો માતાજી નો પ્રસંગ ઉજવે છે
સમસ્ત રોહિત સમાજના લોકો ભેગા મળીને ઉજાણી હર્ષોલ્લાસ સાથે ઊજવે છે.માતાજીને  કંસાર તેમજ ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.ઘરેથી કાચું અનાજ લઈ જઈને સવા શેર નીવેજ માટીના ચૂલા ઉપર બનાવી ને માતાજીને ધુપ કરીને વડવાઓ એ લીધેલી માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે. બનાવેલી પ્રસાદ માતાજી ને નમન કરીને લોકોને અપાય છે.ત્યાર બાદ માતાજી ને વધામણાં કર્યા પછી માતાજી રજા આપે ત્યારે જ ગામમાં પ્રવેશ કરવા મા આવે છે.આજે માનતા કારણે ગામમાં કોઈ પણ પ્રકારનો રોળીયુ કે રોગ જોવા મળતો નથી.
અને આ પરંપરા વર્ષોથી ચાલી આવતી આજે પણ અકબંધ છે.ચૈત્ર સુદ આઠમના દિવસે ગામ કે શહેરમાં રહેતા લોકો પણ આ ઉજાણીમાં માતાજીના નિવેદ કરવા માટે આવે છે.માતાજી નો મોટો ઉત્સવ છે.ત્યારે આખું ગામ માતાજીની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે.આજે પણ ગામના લોકો આ પ્રસંગને એકમેક થઈને ભેદભાવ ભૂલીને માતાજી નો ધામધૂમથી પ્રસંગ ઉજવે છે.લોકવાયકા પ્રમાણે જૂના સ્થાનકે જોગણી માતાજી એ રોહિત સમાજના વડવાઓ ને કંકુના પગલા રૂપે પરચા પણ આપેલા છે.તે આજે પણ જૂનું મંદિર ગામમાં જૂના મોહલ્લામાં  આવેલું છે.લોકોની આસ્થા આજે પણ માતાજી પ્રત્યે અતૂટ છે.
તસવિર અને અહેવાલ :  પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0