રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસે હેલ્પલાઈન સેવા શરૂ કરી

September 11, 2024

પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઈન-18002331122 સેવા શરૂ કરવામાં આવી

નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઈનમાં જે માહિતી અપાશે કે તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડીને તે સમસ્યાનું નિવારણ લવાશે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઈન-18002331122 સેવા શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ખૂણે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઈનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લવાશે. ટ્રાફિક સંબંધિત આ હેલ્પલાઇન ઉપરાંત ગુજરાત પોલીસે નાગરિકો માટે અન્ય ત્રણ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે.

મોરબીમાં ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઇવરનું સીટ પર જ મોત, હચમચાવી દેશે આ તસવીરો – News18 ગુજરાતી

જેમાં (1) વેબસાઈટ (2) ઈમેઈલ આઈડી અને (3) સ્માર્ટફોન યુઝર્સ માટે વિશેષ એપ્લિકેશનની સેવાનો સમાવેશ નાગરિકોની સરળતા માટે કરાયો છે. આ તમામ માધ્યમો મારફતે નાગરિકો તરફથી મળેલી ટ્રાફિક સંબંધિત ફરિયાદોનું નિવારણ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનીટરિંગ કરાશે. જેના થકી હવે ગુજરાતના નાગરિકો તેમની ટ્રાફિક સમસ્યાઓના ઝડપી અને વધુ અસરકારક ઉકેલ મેળવી શકશે.

♦ હેલ્પલાઈન મારફત ફરિયાદ કરી શકાશે
આ ડેડિકેટેડ હેલ્પલાઇન ઉપર કોલ મળતા જ પોલીસ દ્વારા જે વિસ્તારની ફરિયાદ હશે. તે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવા સૂચના આપવામાં આવશે.

♦ સ્માર્ટ ફોનમાં એપ્લિકેશનથી ફરિયાદ થશે
ટ્રાફિક જામ કે માર્ગ અકસ્માત સંબંધિત કોઇ પણ ફરિયાદ સ્માર્ટ ફોનની મદદથી એપ્લિકેશન મારફતે કરી શકાય તે માટે એપ્લિકેશન ‘સિટીઝન ફર્સ્ટ’માં ખાસ ફિચર ઉમેરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન મારફતે કોઇ પણ વ્યક્તિ મોબાઇલમાં ફોટો પાડીને સમસ્યાની જાણ પોલીસને કરી શકશે. જેનાં લોકેશનને આધારે પોલીસ રિયલ ટાઇમ મોનિટરીંગ કરીને સમસ્યાનો ઉકેલ લાવશે.

♦ ટ્રાફિકનો ફોટો અપલોડ કરી શકાશે
રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ નાગરિકને માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સંબંધિત કોઇ સમસ્યાનો સામનો કરવો પડે કે આવા કોઇ દૃશ્ય દેખાય તો તેનો ફોટો https:// gujhome.gujarat.gov.in/portal  વેબસાઇટમાં અપલોડ કરી તે કયા લોકેશનની સમસ્યા છે તેની માહિતી આપી શકશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0