પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને બચાવવા ગૃહ વિભાગે પાડ્યો મોટો ખેલ!
ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – દેશ આઝાદ થયો ત્યારથી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં બૂટલેગર પોતાની અલગ અલગ લાઈન ચલાવીને શહેર અને જીલ્લાની પોલીસ સાથે મિલિભગત કરીને દારૂનું વેચાણ કરાવી કરોડો કમાતા આવ્યા છે. ત્યારે રાજ્ય ગૃહ વિભાગે 10મી સપ્ટેમ્બર ના રોજ એક પરીપત્ર જાહેર કર્યો છે જેમાં દારૂ ના કેસને લઈ ને ગણનાં પાત્ર કેસ ની રકમ માં ફેરફાર કર્યા છે.
તો પહેલા એ સમજી એ કે દારૂ ગણના પાત્ર કેસ એટલે શું?
રાજ્ય ના કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી જ્યારે દેશી કે વિદેશી દારૂ નો જથ્થો પકડવા માં આવતો હોય છે જેમ જથ્થા ની રકમ વિદેશી દારૂ માં 25 હજાર હોય તો તે ગણના પાત્ર કેસ ગણવામાં આવતો હતો અને દેશી દારૂમાં 10 હજાર નો જથ્થો પકડવામાં આવતો તેને ગણના પાત્ર કેસ માનવામાં આવતો હતો જેમાં કે પોલીસ કર્મી કે પોલીસ અધિકારીની મીલીભગત જણાતી તો સસ્પેન્ડ કરવામાં આવતા હતા હવેથી આ નિયમમાં રાજ્ય ગૃહ વિભાગે દારૂના જથ્થાની રકમની માર્યાદામાં ફેરફાર કર્યા છે જેનાથી પોલીસ કર્મી કે પોલીસ અધિકારીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે.
કેમ બ્રેક લાગશે સસ્પેન્શન પર આવો સમજીએ?
અત્યાર સુધી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બૂટલેગર પાસે થી વિદેશી દારૂનો 25 હજાર નો જથ્થો અને દેશી દારૂનો 10 હજારનો જથ્થો મળી આવે તો પોલીસની સંડોવણી જણાતી તો સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ને હવેથી આ આ રકમનો જથ્થો મળશે તો સસ્પેન્ડ નહિ કરવામાં આવે.
નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે એ જાણીએ?
ત્યારે 10મી સ્ટેમ્બર ના રોજ રાજ્યના ગૃહ વિભાગ એ એક કરી પત્ર કર્યો છે જેમાં નોંધવા માં આવ્યું છે કે હવે થી જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો અઢી લાખનો જથ્થો મળી આવશે તો એ ગણના પાત્ર કેસ માનવામાં આવશે આ જ રીતે દેશી દારૂમાં પણ જો એક લાખનો જથ્થો મળી આવશે તો તેને પણ ગણનાપાત્ર કેસ માનવામાં આવશે અને જો લોકલ પોલીસની સંડોવણી જણાશે તો જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવા માં આવશે.
ત્યારે આ નવા નિયમથી અઢી અને એક લાખના દારૂનો જથ્થો મળશે તો જ પોલીસ અધિકારી કે કર્મીને સસ્પેન્ડ કરાશે. ગૃહ વિભાગના આ નિર્ણયથી પોલીસ અધિકારીઓ અને કર્મીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે ત્યારે બીજી અસર એ પણ થશે કે બૂટલેગર સાથે મળીને દારૂની વેચાણ કરતા પોલીસ કર્મીઓ ને લીલાલહેર પણ થશે. એટલું જ નહીં ગૃહ રાજ્ય વિભાગ દ્વારા લેવાયેલાં આ નિર્ણયમાં દારુ ના કેસ બાદ થાણા અધિકારીને ખાતાકીય તપાસમાં પણ રાહત મળશે.