ગરવી તાકાત – રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કાંકરેજના થરા- રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. 
આ તમામ મૃતકો ઉણ ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે, અકસ્માત બાદ કારની હાલત જોવાય ન એવી થઈ ગઈ હતી. કારનું પડીકુ વળી ગયુ હતું. કારની હાલત જોતા જ કહી શકાય કે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી ન હોઈ શકે.


