ટ્રાવેલ ટેક કંપની OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે ગુજરાતી પાટીદાર સમુદાયના સાહસિકતાની પ્રશંસા કરી
વિદેશના મોટેલ ઉદ્યોગ તેમજ વિવિધ બિઝનેસમાં પાટીદાર સમુદાય ડંકો વગાડી રહ્યો છે
ગરવી તાકાત, તા. 05 – OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે ગુજરાતી પાટીદાર સમુદાયના ઉદ્યોગસાહસિકોની મીટિંગમાં તેમનો અનુભવ શેર કર્યો જેઓ ફિલાડેલ્ફિયામાં સફળતાપૂર્વક પાટીદાર સમુદાયો મોટેલ અને અન્ય વ્યવસાયો ચલાવી રહ્યાં છે.

ટ્રાવેલ ટેક કંપની OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે તાજેતરમાં ગુજરાતી સમુદાયની સાહસિકતાની પ્રશંસા કરી હતી. એક Twitter પોસ્ટમાં તેમણે લખ્યું, જ્યારે અમે ઘણીવાર ટેક ઉદ્યોગમાં ભારતીય અમેરિકનોના યોગદાન વિશે વાત કરીએ છીએ, ત્યારે અમે ઘણીવાર પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના વિકાસમાં ગુજરાતના પટેલ સમુદાયની વિશાળ ભૂમિકા વિશે વાત કરવાનું ચૂકી જઈએ છીએ.
તેઓ તેમની ફિલાડેલ્ફિયાની તાજેતરની સફરનો ઉલ્લેખ કરી રહ્યા છે જ્યાં તેઓ એવા ગુજરાતી પાટીદારો સાહસિકો સાથે મળ્યા જેઓ મોટેલ અને અન્ય વ્યવસાયો સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. “મારી ફિલાડેલ્ફિયાની સફર પર મને ગુજરાત સ્થાપના દિવાસ’ સપ્તાહ દરમિયાન અહીં અમારા કેટલાક પાટીદાર સમુદાયના સમર્થકો- અમિત પટેલ, અનિલભાઈ પટેલ, પીટર ભાઈદાસવાલા અને રાજ ભલ્લાને મળવાની અવિશ્વસનીય તક મળી. હું વર્ષોથી તેમની વૃદ્ધિ, દ્રઢતા અને સફળતાની વાર્તાઓ વિશે ઘણું શીખ્યો છું.
અહીંનો મોટેલ ઉદ્યોગ દર વર્ષે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે એટલું જ નહીં પરંતુ તેની આસપાસ રચાયેલા ચુસ્ત સમુદાયોએ તેમના શહેરોની આર્થિક સંભાવનાઓને પુનર્જીવિત કરી છે.” તેમણે એવી પણ જાહેરાત કરી કે તે આગામી દિવસોમાં કેટલીક વાર્તાઓ શેર કરશે.


