સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી માં ગણેશજીનું સ્થાપન કરાયું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ, કડી સંચાલિત શાળા/કોલેજ અને હોસ્ટેલોમાં વર્ષ દરમ્યાન અલગ અલગ ઉત્સવો ભવ્યતાથી ઉજવવામાં આવતા હોય છે, સંસ્થાની હાયર એજ્યુકેશન બોઇઝ હોસ્ટેલ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું. જેમાં પાંચ દિવસ સુધી ગણેશ ભગવાનની મહા આરતી, પૂજા ઉપાસના કરી વિદ્યાર્થીઓ દ્વારા વન મિનીટ શો, રમત-ગમત સ્પર્ધા, હોસ્ટેલ ગોટ ટેલેન્ટ, સામાજીક સંદેશો આપતા કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.
ભગવાન ગણેશજીને સંસ્થાના મધ્યસ્થ કાર્યાલયથી સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ હસ્તે પૂજાઅર્ચના કરી વાજતે ગાજતે ભારે ઉત્સાહથી હાયર એજ્યુકેશન બોઈઝ હોસ્ટેલ સુધી ભવ્ય શોભાયાત્રા દરમ્યાન કેમ્પસનું સમગ્ર વાતાવરણ પુલકિત બની ગણપતિ બાપા મોરિયા ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રામાં પ્રિન્સીપાલો તથા ખુબ મોટી સંખ્યામાં કર્મચારીઓ, વિદ્યાર્થી ભાઈઓ અને વિદ્યાર્થીની બહેનો દ્વારા ગરબા રમી ભગવાન ગણેશજીને શ્રધ્ધા પૂર્વક આવકારી સ્થાપન કરી આરતી ઉતારી હતી. સંસ્થાના ચેરમેનશ્રી અને મંત્રીશ્રીઓએ ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.