કડીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા અને ઘરમાં લાગી આગ : ઘરનો સામાન ભડ ભડ સળગી ને બળીને ખાખ થઈ ગયો

September 10, 2022

— ફ્રિજ,ટીવી સહિત ધર વખરી સામાન બળીને ખાખ :

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં આવેલ રોહિતવાસમાં નવરાત્રિ ચોકની બાજુમાં એકાએક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું ન હતું એકાએક રહેણાંક મકાનમાં આગ ભભૂકતા પાડોશીઓએ કડી નગરપાલિકા ફાયર સ્ટેશને જાણકરી હતી ત્યાં ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચીને આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી.
કડી શહેરમાં આવેલ રોહિતવાસમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને શુક્રવારના દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરવાનું હોઇ રોહિતવાસના નવરાત્રિ ચોકમાં રહેતા  વસંતભાઈ ભીખાભાઈ ચૌહાણ પરિવાર ઘરને લોક મારીને વાસના લોકો ગણેશજીનું વિસર્જન કરવા માટે ગયાં હતાં ત્યાં તેમના રહેણાંક મકાનમાં એકાએક અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી ત્યાં પાડોશીઓએ વસંતભાઈને ફોન કરીને જાણ કરતા વસંતભાઈ પરિવાર સાથે  ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં
નવરાત્રિ ચોકમાં રહેતા તેમના પાડોશીઓએ ઘરનું લોક તોડી અને કડી નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરી હતી અને ઘટના સ્થળે ફાયર ફાઈટર આવીને આગને કાબુમાં લીધી હતી જ્યાં વસંતભાઈ ઘરમાં જોયું તો ઘરનો સરસામાન તેમજ ટીવી, ફ્રીઝ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો  અને ફાયર ફાયટરે ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી  જ્યાં નવરાત્રિ ચોકમાં રહેણાંક મકાનમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કડી  UGVCL ના અધિકારીઓને પણ જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0