મહેસાણાના અસોડા જશમલનાથ મહાદેવ અને વડનગર હાટકેશ્વર મહાદેવના મંદિરે મહાદેવ નાદ થી ભાવિ ભક્તો ઉમટ્યા

March 1, 2022

ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લામાં આજે શિવજીના મહાપર્વ એવા શિવરાત્રીની ઉજવણી કરતા તમામ શિવાલયોમાં આજે શિવભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો છે. જિલ્લામાં આવેલા પ્રાચીન શિવાલયો અસોડા જશમલનાથ મહાદેવ અને વડનગર હાટકેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન માટે આવી દૂધ અને જળાભિષેક કરી બીલીપત્રો, પુષ્પો અર્પણ કરતા ભોલેનાથના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આજે શિવરાત્રીના મહાપર્વ પર જિલ્લામાં ઠેર ઠેર શિવાલયો અને શિવ મંદિરોમાં શિવભક્તિ અને શિવ આરાધનાનું વિશેષ આયોજન કરતા વડનગરમાં સાંજે હાટકેશ્વર દાદાની શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે. જ્યારે અન્ય કેટલાક મંદિરોમાં ભંડારાનું આયોજન કરી દર્શનાર્થીઓ અને સાધુ સંતોને પ્રસાદ અર્પણ કરવાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.

દર્શને આવતા દર્શનાર્થીઓ આજના પવિત્ર પર્વ પર પોતાની મનોકામના સાથે દર્શન કરી ખુશી સાથે ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રાચીન જશમલનાથ મંદિર જ્યાં આવ્યું છે તે આસોડા ગામે સરકારના પ્રયાસથી પુરાતત્વવ વિભાગ દ્વારા મંદિરમાં વિકાસ કાર્યો કરવાનું શરૂ કરતાં દર્શનાર્થીઓ અને ગ્રામલોકો સરકારનો આભાર માનતા ખુશીની લાગણી છલકાવી રહ્યા છે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0