લખનૌ: ઉતરપ્રદેશમાં માફિયાઓ સામે યોગી સરકારના કાનૂની જંગમાં અતિક અહેમદના ખાત્મા બાદ હાલ જેલમાં રહેલા વધુ એક માફીયા અને પુર્વ સાંસદ મુખ્તાર અંસારીને ખાસ એમ.પી.- એમ.એલ.એ કોર્ટે 10 વર્ષની જેલ સજા ફટકારી છે અને તેના ભાઈ અને બસપા સાંસદ અફજાલ અંસારીને પણ જેલ સજાનો ચૂકાદો આજે જ આવશે.
યુપીમાં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં મુખ્તાર અંસારી તથા તેના ભાઈ સામે ગેંગસ્ટર એકટ લગાવાયો હતો તેમની સામે હજું નંદકીશોર ગુપ્તા રૂગટા હત્યા કેસમાં સુનાવણી અને હાલ બાંદા જેલમાં રહેલા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ સજા ફટકારી છે અને તેના ભાઈ અફજાલ અંસારીની સજા જો બે વર્ષથી વધુ હશે
તો તે પણ લોકસભાનું સભ્યપદ ગુમાવશે. આજે આ માફિયાઓને વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હશે. અગાઉ આ બન્ને તથા અન્ય એક આરોપીને હત્યા કેસમાં તેમાં નિર્દોષ છુટયા હતા પણ બાદમાં ગેંગસ્ટર એકટ હેઠળ તેઓ સામે અપીલમાં એમપી-એમએલએ કોર્ટમાં કાર્યરત થઈ હતી.


