ગુજરાતમાં 4 દિવસમાં ભારે વરસાદની આગાહીને પગલે CMની સમીક્ષા બેઠક યોજાઇ

July 6, 2022

— મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી અને મહેસુલ મંત્રી પણ હાજર રહ્યા રાહતની તમામ કામગીરી માટે તંત્ર સજ્જ :

— એનડીઆરએફની ટીમો સંભવીત જિલ્લાઓમાં તહેનાત :

ગરવી તાકાત ગાંધીનગર : રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર પ્રિપેડનેશ અંગે વહીવટીતંત્રની કામગીરી -આગોતરા પગલાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. પોતાની તરફથી કેટલુક માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

રાજ્યમાં NDRFની 9 અને SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના 206 જળાશયોમાં 1.89 લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ પર છે જ્યારે 1-1 જળાશય વોર્નિંગ પર છે. કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 7 થી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા તેની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી. તદઅનુસાર, રાહત કમિશનરએ વિગતો આપતાં કહ્યું કે, ગત 24 કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં 168  મી.મી અને કોડીનાર તાલુકામાં 159 મી.મી વરસાદ નોઘાયેલ. દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 153 મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં 119 મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં 145 મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો.

હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તા.07/07/2022 થી તા.10/07/2022 સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. ગીર સોમનાથ, જુનાગઢ, દેવભુમી ઘ્વારાકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી.

હાલ રાજયમાં NDRF ની ૯ ટીમો તૈનાત છે. જે પૈકી ગીર સોમનાથ-1. નવસારી-1, બનાસકાંઠા-1, રાજકોટ-2, વલસાડ-1,સુરત-1, ભાવનગર-1, કચ્છ -1 માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી. એસ.ડી.આર.એફ ની 1- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી. મુખ્યમંત્રીએ રાજયમાં હાલ સિચાઇ તેમજ પીવાના પાણી સંબંઘે ૫રીસ્થિતિ અન્વયે કરેલી સમીક્ષામાં જણાવાયું કે, હાલ સરદાર સરોવર જળાશયમાં 143919 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. તે કુલ સંગ્રહ શકિતના 43.08% છે. એટલું જ નહિ, રાજયનાં 206 જળાશયોમાં 1,89,345 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે કુલ સંગ્રહ શકિતના છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0