મહેસાણા ફાયર વિભાગમાં આઉટ સોર્સીંગના કર્મચારીઓ પાસેથી 25-25 હજાર રૂપીયા ઉઘરાવવાનો મામલો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પરંતુ આ મામલે નગરપાલીકાની ચુંટાયેલી બોડીથી લઈને પ્રશાસનીક વિભાગના ઉચ્ચ અધિકારી પણ આ કૌભાંડ પર ભીનુ સંકેલવાનુ કામ કરી રહ્યા છે. આ મામલો પ્રકાશમાં આવ્યાના અનેક દિવસો બાદ પણ ચીફ ઓફીસર કે નગરપાલીકાના પ્રમુખ દ્વારા હજુ સુધી કોઈ ફરીયાદ દાખલ કરવામાં નથી આવી. જે દર્શાવે છે કે, આ મામલે યોગ્ય તપાસ થાય તો અનેક મોટી મોછલીયો ફસાઈ શકે તેમ છે જેથી અને રજુઆત થયા હોવા છતાં કૌભાંડ પર પડદો નાખવામાં આવી રહ્યો છે.
ફાયર વિભાગના આઉટ સોર્સીંગના કર્મચારીઓ પાસેથી 25-25 રૂપીયા ઉઘરાવવાનો મામલો સામે આવતાં, માત્ર 2 નાના કર્મચારીઓને ટર્મીનેટ કરી નગરપાલીકાની બોડી ધન્યતા અનુભવી રહી છે. અને સાથે સાથે કાર્યવાહીને નામે જનતાને મુર્ખ બનાવવાની કોશીસ કરી રહ્યી છે. તેઓને આ મામલે ઉંડાણપુર્વક તપાસ કરાવવામાં કેમ રસ નથી ? તે વાત હજુ સુધી લોકોની સમજ બહાર છે.
કર્મચારીઓ પાસેથી 25-25 હજાર રૂપીયા કોના કહેવા પણ ઉઘરાવવામાં આવી રહ્યા હતા? ઉઘરાવેલા પૈસાનો હીસ્સો કોની-કોની પાસે જતો હતો ? કેટલા વર્ષોથી આ ઉઘરામણુ ચાલી રહ્યુ હતુ ? અત્યાર સુધી કેટલા રૂપીયા ઉઘરાવી ચુક્યા છે ? શુ તે આંકડો કરોડોમાં તો નથી ને ? આ ભ્રષ્ટાચારના તાર છેક ગાંધીનગર સુધી પથરાયેલા છે ? આવા અનેક સવાલો છે જે વણઉકેલાયેલ છે. આ તમામ વિગતો સામે આવવી ખુબ જરૂરી છે. ત્યારે આ મામલે પ્રમુખથી લઈ ચીફ ઓફીસરના લોકોએ સુધી હજુ સુધી પ્રાથમીકી પોલીસ ફરિયાદ પણ નથી કરાવી. જેથી આ કૌભાંડમાં તેમની પણ સંડોવણી ઉપર પ્રશ્નો ઉઠવા વ્યાજબી છે.
આ પણ વાંચો – ફાયર વિભાગમાં 25-25 હજાર ઉઘરાવવા મામલે વિપક્ષની ચીફ ઓફીસરને રજુઆત – યોગ્ય તપાસ થાય તો અનેક લોકોની સંડોવણી સામે આવશે !
આ મામલે શુક્રવારના રોજ વિપક્ષ દ્વારા ચીફ ઓફીસર અલ્પેશ પટેલને લેખીતમાં રજુઆત કરી એસીબી/પોલીસ ફરિયાદ કરવાનુ જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ આજ દિન સુધી આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આથી શહેરના એક જાગ્રુત નાગરીક તરીકે ભોતીક ભટ્ટે પોલીસ અધિક્ષક મહેસાણાને અરજી કરી આ મામલે ફરિયાદ નોંધવા જણાવ્યુ છે.
મહેસાણા પોલીસને લખેલી અરજીમાં ભૌતીક ભટ્ટે આરોપ લગાવ્યા છે કે આ ખુલ્લા કૌભાંડમાં મોટા માથાઓને રાજકીય ઓથ મળી રહી હોઈ તેઓને બચાવવા માટે તપાસ દબાવી દેવામાં આવી છે. જેથી આ મામલે યોગ્ય તપાસ થાય તો આ કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંડોવાયેલ આરોપીઓના નામ સામે આવે તેમ છે. તેમને આ બાબતે એમ પણ જણાવ્યુ છે કે, રાજકીય પક્ષોએ પણ કલેક્ટર અને ચીફ ઓફીસરને પત્ર લખી સંતોષ માની લીધો છે. આ કૌભાંડ ઉપર પડદો પાડવામાં આવી રહ્યો છે. જેથી આ મામલે જવાબદાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. જો અમારી અરજીને રાજકીય પીઠબળના કારણે ભીનુ સંકેલવામાં આવશે તો અમે ના છુટકે હાઈકોર્ટનો આશરો લઈશુ તેવુ પણ અરજીમાં ઉમેર્યુ છે.
આ પણ વાંચો – #મહેસાણા_RTI : સીટી બસની ખરીદીમાં લાખોના કૌભાંડ કર્યાનો આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે ચીફ ઓફીસર અને નગરપાલીકાન પ્રમુખની ભુમીકા પણ સંકાસ્પદ સામે આવી રહી છે. કેમ કે, આ બાબતે તેઓએ પોતાની નૈતીક જવાબદારી હેઠળ કોઈની રજુઆતોની રાહ જોયા વગર તુરંત ફરિયાદ કરાવી દેવી જોઈતી હતી. પરંતુ અનેક રજુઆત થઈ હોવા છતાં તેઓએ આજદિન સુધી પોલીસ કે અસીબી ફરિયાદ નથી કરાવી. જેમાં તે આ કૌભાંડમાં કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવુ સ્પષ્ટ રીતે માલુમ પડી રહ્યુ છે.
તમને જણાવી દઈયે કે, નવેમ્બર 2020માં નગરપાલીકાની સીટી બસની ખરીદીમાં કથિત કૌભાંડ મામલે વિપક્ષ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી, જેની વિગતો મેળવવા પહોંચેલા વિપક્ષના નેતાઓની ચીફ ઓફીસર સાથે ઉગ્ર બોલચાલ થતાં તેઓએ આ બાબતે વિપક્ષના નેતાઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરાવી દીધી હતી. પરંતુ આટલા મોટા કૌૈભાંડમાં હજુ સુધી કોઈની વિરૂધ્ધમાં ફરિયાદ નથી કરાવી રહ્યા, જે દર્શાવે છે કે, નગરપાલીકાન ચીફ ઓફીસર અલ્પેશ પટેલ જનતાના હિતો માટે નહી પણ ભારતીય જનતા પાર્ટના હીતો માટે કામ કરી રહ્યા છે.