ઉંઝાના એક ગામે બે પરિવારો વચ્ચે બોલાચાલીના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ઈસમોને છરીના ઘાથી ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સામ-સામે એક બીજા પર છરી વડે હુમલો કરાયો હોવાથી બે ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્ને ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. આ મામલો પોલીસ મથકે પહોંચતાં બન્ને પક્ષોએ સામસામે ફરીયાદો દાખલ કરાવી હતી.
મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકામાં આવેલ દાસજ ગામે બે અલગ અલગ પરિવારો વચ્ચે થયેલ મારા-મારીની બબાલમાં બે ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમા ઠાકોર અલ્પેશજી ઉર્ફે ગુડીયો વિરાજી 22 વર્ષીય યુવક તથા સામેપક્ષે 36 વર્ષીય ઠાકોર ગાંડાજી ઉર્ફે ટીનાજી ઉર્ફે કાનજી લવજીજી દોલાજીને છરીના ઘા વાગતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.
સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, અલ્પેશજી ઠાકોરને તેમના જ ગામના ઠાકોર કીશનજી રામાંજી, તથા ઠાકોર અશોકજી લવજીએ તેમની પત્નિ પર ખોટી નજર બગાડ્યાનુ કહ્યુ હતુ. જેથી મામલો બીચકાતા સામ-સામેના પક્ષો તરફથી પરીજનો ઉપરાણુ લઈને આવી ગાળા-ગાળી પર ઉતરી આવ્યા હતા. આ દરમ્યાન ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામ-સામે પક્ષે 2 જણાને છરીથી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવની વિગત પોલીસ મથકે પહોંચતાં બન્ને પક્ષોએ એક બીજા સામે ફરીયાદ દાખલ કરી હતી.
જેમાં ઠાકોર ગાંડાજી લવજીજીની ફરીયાદ આધારે ઉઝાં પોલીસે ઠાકોર અલ્પેશજી વિરાજી, ઠાકોર લાલસિંગજી વિરાજી, ઠાકોર કલ્પેશજી વિરાજી રહે.ત્રણેય દાજસ મોટો વાસ વિરૂધ્ધ તથા ઠાકોર અલ્પેશજી ઉર્ફે ગુડીયો વિરાજીની ફરીયાદ આધારે ઠાકોર કીશનજી રામાંજી, ઠાકોર અશોકજી લવજી, ઠાકોર ટીનાજી લવજીજી,ઠાકોર ગાંડાજી લવજીજી રહે.ચારેય દાસજ મોટો વાસ તા.ઉંઝા જી.મહેસાણા વિરૂધ્ધ IPCની કલમ 307,323,504,506(2),114 તથા GP Act 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.