સ્ટ્રીટલાઈટ જાહેરાત ગોટાળો : જે હોર્ડિગ્ઝથી મહેસાણા પાલીકાને રૂ.1.31 કરોડ મળી શકે છે તે ટેન્ડર માત્ર 10 લાખમાં આપવામાં આવશે !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગરપાલીકામાં સ્ટ્રીટલાઈટ ગોટાળાના મામલાએ જોર પકડ્યુ છે. જેમાં વિપક્ષના નેતાની રજુઆત બાદ પાલીકા સફાળે જાગી હતી. પાલીકાએ તુંરત જાહેરાતો ઉતારી એજન્સીઓ પાસેથી નાણા વસુલવાનુ જણાવ્યુ હતુ.  જેમાં 246 પોલ ઉપર પરમીશન વગર જાહેરાતો મુકી હોવાનુ ખુલ્યુ હતુ. સ્ટ્રીટલાઈટના પોલ ઉપર ગેરકાયદે જાહેરાત લગાવનાર એજન્સી પાસે પેનલ્ટી સાથે ભાડુ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. સુતરીયાએ પાલીકા પ્રમુખ અને ચીફ ઓફીસરની કથીત સંડોવણી ઉપર સવાલો ઉઠાવતા વર્ષાબેને બચાવમાં કહ્યુ હતુ કે, અગાઉ આ ટેન્ડરથી માત્ર 3 લાખની આવક થતી હતી પરંતુ હવે આવક વધારવા કીમંત 10 લાખ રાખવામાં આવી છે. આ કીંમતના ટેન્ડરમાં પણ પાલીકાને ભારે ભરખમ સંભવીત નુકશાન થતુ હોવાનુ ખુલ્યુ છે. 

ચીફ ઓફીસરે જણાવ્યુ હતુ કે, આ વખતે નગરપાલીકાની આવક વધારવા પોલની જાહેરાત માટે ટેન્ડરની બેઝ પ્રાઈઝ 3 લાખની વધારી 10 લાખ કરવા જઈ રહ્યા છીયે. પરંતુ ચીફ ઓફીસર આંકડાની જાળ ફેલાવી ગેરમાર્ગે દોરતા હોવાનુ જણાઈ રહ્યુ છે. દિવ્ય ભાસ્કરના મહેસાણા એડીશનના દાવા મુજબ નગરપાલીકામાં આ ટેન્ડરથી 36 લાખ જેટલી આવક થઈ શકે છે પરંતુ માત્ર 10 લાખમાં ટેન્ડર આપવાથી નુકશાન થઈ શકે છે.  જેમાં ભાસ્કરે માત્ર 400 થાંભલાની ગણતરી કરી આ આંકડો એજ્યુમ કર્યો હતો. જેમાં એક થાંભલા પર માસીક 750 રૂપીયા ચુકવવાના થાય છે. તે હીસાબે અખબાર દ્વારા વાર્ષીક ગણતરી કરવામાં આવી હતી. પરંતુ ચીફ ઓફીસરના જણાવ્યા અનુસાર 1460 પોલની ગણતરી કરવામાં આવે તો આ આંકડો કરોડને પાર કરી જાય છે. 

સંદેશ ન્યુઝની એક ખબર અનુસાર ચીફ ઓફીસરે ગતરોજ જણાવ્યુ હતુ કે, 1460 પોલ પર જાહેરાત માટે ટેન્ડરની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે.  પાલીકા એક પોલ ઉપર જાહેરાત પેટે 750 રૂપીયા વસુલે છે. જેમાં ચીફ ઓફીસરના દાવા પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 1460 પોલની માસીક આવક 10,95,000/- રૂપીયા જેટલી થાય છે. જેની વાર્ષીક આવક ગણવામાં આવે તો 1,31,40,000 રૂપીયા જેટલી થાય છે. પરંતુ સત્તાધીશો માત્ર 10 લાખમાં ટેન્ડર આપી નગરપાલીકાને મોટુ નુકશાન પહોંચાડવા જઈ રહ્યાનુ ખુલ્યુ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 4-5 માસથી એજન્સીઓ પાસેથી જાહેરાતોના પૈસા વસુલવમાં નહી આવતા લોકોમાં સવાલ ઉઠ્યા હતા કે, પાલીકા કોને ફાયદો કરાવવા ઈચ્છે છે ? આ સીવાય થાંભલા પરની જાહેરાતોના ટેન્ડરમાથી કરોડ રૂપીયા જેટલાની આવક થઈ શકે એમ છે તેમ છતાં માત્ર મામુલી રકમથી ટેન્ડર બહાર પાડી કોને ફાયદો પહોંચાડવાની કોશીષ ચાલી રહે છે તેવા સવાલો ઉઠ્યા છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.