સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પંદરમી પુણ્યતિથિ ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

January 22, 2022

ભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વરભાગવાન ના શિષ્ય રત્ન શ્રી ક્રિષ્નારામજી મહારાજ પ્રભુ નું ભજન કરતા કરતા પંદર વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે રાજસ્થાન ના સિકારપુરા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે દેવલોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે દિયોદર ના ચાગવાડા ખાતે આવેલ રાજારામ આશ્રમ ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ તેમજ આંજણા ચૌધરી સમાજ દ્વારા સંત શ્રી ક્રિષ્નારામ મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવે છે જે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગત રોજ પોષ વદ ત્રીજ ના દિવસે ચગવાડા ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને ફૂલ હાર તેમજ પુષ્પાંજલિ કરી પંદર મી પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈ હતી

અત્રે ઉલ્લેખનીય બાબત એછે કે દર વર્ષે આંજણા ચૌધરી સમાજ દ્વારા ધામ ધૂમ પૂર્વક સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરવામા આવતી હતી અને હજારો ની સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ઉપસ્થિત રહી સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ માં સહભાગી થતા પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને લઈ સાદગી પૂર્વક સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગત રોજ માત્ર શ્રી રાજેશ્વર આંજણા મંડળ ના સભ્યો ઉપસ્થિત રહી તિથિ ની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી

આ પ્રસંગે શ્રી રાજારામ આશ્રમ ના ભગત થાનારામજી ડો.નરેશભાઈ ચૌધરી ડો.હસુભાઈ પટેલ લાલજીભાઈ ચૌધરી અક્ષયભાઈ આંજણા ડાહ્યાભાઈ ચૌધરી જામાભાઈ પટેલ સી.વી.પટેલ ગણેશભાઈ ચૌધરી થાનાભાઈ ચૌધરી ભુદરભાઈ ચૌધરી સહિત રાજેશ્વર આંજણા મંડળ ના સભ્યો હાજર રહ

તસવિર અને આહેવાલ: હસમુખ ચૌધરી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0