— થરાદ તાલુકા આગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ વિવિધ માંગણીઓ ને લઇને રેલી યોજી આપ્યું આવેદનપત્ર :
ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના આંગણવાદી કાર્યકર અને તેડાગર બહેનો આજ રોજ કેટલીક માંગણીઓ અને કામગીરી કરવા માં પડતી મુશ્કેલીઓ ને લઈને આંદોલન છેડ્યું છે જોકે બહેનોએ જણાવ્યું હતું કે કેટલીક એવી કામગીરીઓ હોય છે જે આંગણવાડી ને લગતી
નથી હોતી પરંતુ છતાં અમારે કરવી પડે છે પૂરું વેતન મળતું નથી કેટલીક કામગીરી માં થતો ખર્ચ પણ ક્યારેક ક્યારેક મળતો નથી ખૂબ મુશ્કેલી પડે છે જ્યાંરે કેટલીક માંગણીઓ ને લઈને થરાદ કલેકટર કચેરી અને સીડીપીઓ કચેરી ને આવેદન પત્ર આપી ને રજૂઆત કરી હતી જોકે માંગણીઓ એવી હતી કે ગુજરત સરકારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ને ત્રીજા ચોથા વર્ગ ના કર્મચારી જાહેર કરી લઘુતમ વેતન આપી સરકાર દ્વારા મળતા તમામ લાભો આપવા.

માનદ સેવક ને બદલે સરકારી નોકરિયાત શ્રમજીવો નો દ્રજો આપવો ખાનગીકરણ બંધ કરી જે કેન્દ્રો ખાનગી સંસ્થા માં હોય એ સરકાર હસ્તક લઈ લેવા. પ્રાર્થમિક શાળા ની સાથે રજાઓ નો લાભ આપવો. વય નિવૃતિ પછી પેન્શન નો લાભ આપવો .વય નિવૃતિ 60 વર્ષ ની રાખવી.કાર્યકર ને મુખ્ય સેવિકા માં બઢતી આપવી.કાર્યકર તેડાગર બઢતી માં વયમર્યાદા નાબુદ કરવી મોબાઈલ કે રજીસ્ટર માં ની એક કામગીરી આપવી.સામાજિક સુરક્ષા પ્રોવિડન્ડ ફંડ મેડિકલ સમય બાળકોને સીસ્યુવૃતી ઉચશિક્ષણ માં પ્રાર્થમિક્તા આપવી.નાસ્તા દળાઈ કે અન્ય માં બિલો એડવાન્સ માં આપવા.જેવી અનેક માગણી ઓ ને લઈને ઉગ્ર આંદોલન સાથે આવેદપત્ર આપ્યું હતું..
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ