મહેસાણાના લાખવડમાં પ્રેમ લગ્નની અદવતે 2 યુવકો પર જીવલેણ હુમલો

November 15, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા તાલુકાના લાખવડ ગામે પ્રેમ લગ્ન મામલે 15 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કરતા 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રત થતા હતા.જે બનાવવાની તપાસના 14 દિવસ વિતવા છતાં એક પણ આરોપી પોલીસ પકડમાં ન આવતા મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા એકત્ર થઈ મહેસાણા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તપાસનો દોર એલસીબી ને સોંપી ઝડપી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. મહેસાણા તાલુકાના લાખવડ ગામે 14 દિવસ અગાઉ બાઈક ઉપર નોકરી જઈ રહેલા યુવક ઉપર 15 લોકોના ટોળા દ્વારા ઘાતકી હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

જેમાં ભોગ બનનાર યુવકને છોડવા જતા અન્ય 1 યુવક પણ ઇજ ગ્રસ્ત થયો હતો.લાખવડ ગામના વિપુલ પટેલ અને કૌશિક પટેલની આ હુમલામાં ગંભીર ઈજાઓ તથા લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી બનાવને પગલે મહેસાણા તાલુકા પોલીસ મથકે 17 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના 14 દિવસ વિતવા છતાં હુમલો કરનાર તમામ 15 આરોપી વોન્ટેડ હોવા છતાં

પોલીસ દ્વારા તેમની અટક્યાત કરવામાં આવી નથી જેને પગલે લાખવડના ગ્રામજનોએ આ બનાવવાની તપાસ મહેસાણા એલસીબી ને સોંપવા અને આરોપીઓ સામે ઝડપી પાડીને કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વધુમાં ગામ લોકોએ એ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા આ બનાવના આરોપીઓને પકડવા નહીં આવે તો સમગ્ર લાખવડ ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0