કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર નો વીદાય સમારંભ યોજાયો.

July 11, 2022
ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપા ની અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં દરેક રાજકીય પક્ષો ના આગેવાનો. સરપંચો અને તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ના કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા
જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે સતત ત્રણ વર્ષ સુધી કાંકરેજ તાલુકા માં ફરજ બજાવી ને બદલી થતાં કાંકરેજ મામલતદાર એમ. ટી. રાજપુત અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી નું સાલ ઓઢાડી ને શ્રી ઓગડનાથ ભગવાનની ફોટો પ્રતિમા આપી ને સન્માન કર્યું હતું ત્યારે કાંકરેજ તલાટી મંડળ અને શિક્ષણ વિભાગ દ્વારા પણ ફુલહાર અને સાલ ઓઢાડી મોમેંન્ટો આપી ભાવભીની વિદાય આપી હતી ત્યારે કાંકરેજ તાલુકાના પત્રકાર મિત્રો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0