ગરવી તાકાત મહેસાણા : નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર તથા યોગા એન્ડ વેલનેસ ક્લબ, સંકલચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા “Integrating Yoga and Naturopathy for Holistic Health” વિષય પર નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિષ્ણાત ડૉ. જીતેન્દ્ર પંચાલ (યોગાચાર્ય અને નેચરોપેથ) એ વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. એમણે જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નહીં પરંતુ જીવનશૈલી છે, જે મનને શાંતિ આપે છે,

તણાવ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. નેચરોપેથી દ્વારા કુદરતી ઉપચાર પદ્ધતિઓ જેવી કે આહાર સુધારણા, પ્રાણાયામ, સૂર્યસ્નાન અને જળચિકિત્સા અપનાવવાથી દવાઓ પરની નિર્ભરતા ઘટે છે તથા આરોગ્ય મજબૂત બને છે. તેમજ ચીફ પેટ્રોન શ્રી પ્રકાશ પટેલ (પ્રેસિડન્ટ, SPU), પેટ્રોન પ્રો.(ડૉ.) પી. એમ. ઉદાણી (પ્રોવોસ્ટ, SPU) તથા ડૉ. જે. આર. પટેલ (ડિરેક્ટર, હેલ્થ સાયન્સિસ, SPU),

ડૉ. વિલાસ પટેલ ( ડીન ફેકલ્ટી ઓફ આયુર્વેદા) અને ડૉ. સ્મિતા (પ્રિન્સિપલ ઓફ આયુર્વેદા) એ સત્ર માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કો-ઓર્ડિનેટર્સ તરીકે ડૉ. ધનરાજ નાગર, મિસિસ કિન્જલ જાડેજા અને ડૉ. અથીરા પી.એ કાર્યક્રમ સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌમાં યોગ અને નેચરોપેથી દ્વારા કુદરતી રીતે સ્વસ્થ જીવન જીવવાની જાગૃતિ અને પ્રેરણા ફેલાઈ હતી.



