દેશમાં રસી લઈ ચુકેલા વ્યક્તિઓ હવે કોવિન પોર્ટલ પર તેમના કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્રમાં થયેલી ભૂલોને જાતે સુધારી શકે છે. સરકારે એક નવું અપડેટ જાહેર કર્યું છે જે અરજદારને રસીકરણના પ્રમાણપત્રમાં છાપેલ નામ, જન્મ તારીખ અને લિંગની અજાણતાં ભૂલને સુધારવાની મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે બુધવારે કહ્યું કે વપરાશકર્તાઓ કોવિન વેબસાઇટ દ્વારા આ સુધારણા કરી શકે છે.
એરોગ્ય સેતુ એપ્લિકેશનના ઓફિશિયલ હેન્ડલ પર એક ટ્વિટમાં કહેવામાં આવ્યુ હતુ કે, જો કોવિન રસીકરણના પ્રમાણપત્રોમાં અજાણતાં તમારા નામ, જન્મ તારીખ અને લિંગમાં કોઈ ભૂલો થઈ છે, તો તમે તેને સુધારી શકો છો. કોવિનની વેબસાઇટ પર જાઓ અને આ સંદર્ભમાં તમારી સમસ્યા જણાવો. અગાઉ, સરકારે સ્વ-આકારણી પ્રક્રિયા દ્વારા રસીકરણ કરાયેલા લોકોને સ્વૈચ્છિક રીતે આરોગ્ય સેતુ એપ્લિકેશન પર તેમની સ્થિતિ અપડેટ કરવાની મંજૂરી પણ આપી હતી.કોવિડ રસીકરણ પ્રમાણપત્રો મુસાફરી દરમિયાન અને અન્ય ઘણા પરિસરોમાં આવવા – જવા માટે મદદરૂપ થતુ હોય છે.
જે લોકોને રસીનો એક જ ડોઝ મળ્યો છે તેઓને રસીકરણના સ્ટેટસ સામે હોમ સ્ક્રીન પર વાદળી ટિક જોવા મળશે અને જેમણે બંને ડોઝ લીધા છે તેઓને 14 દિવસ પછી એપ્લિકેશન પર બે બ્લુ ટિક જોવા મળશે. આ બંને ટીક કોવિન પોર્ટલથી રસીકરણની સ્થિતિની ચકાસણી પછી દેખાશે.


