ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક મૌલવી સહિત ત્રણ આતંકીઓની ગુજરાત ATS અને પાટણ SOG દ્વારા ધરપકડ કરવામાં આવી સ્થાનિક હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે આતંકીઓના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું આ સાથે જ એક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી થોડા દિવસ અગાઉ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS).

અને પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ખડિયાસણ ગામની મદ્રેસામાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું સુરક્ષા એજન્સીઓને બાતમી મળી આ મદ્રેસામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાઈને શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી આ માહિતીના આધારે તપાસ દરમિયાન પોલીસે મદ્રેસામાંથી વાંધાજનક સાહિત્ય જપ્ત કર્યું અને સ્થળ પરથી એક મૌલવી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી આ ઘટનાના સમગ્ર પાટણ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો.

આ પ્રવૃત્તિઓના વિરોધમાં પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શુક્રવારે સવારે સિદ્ધપુર શહેરના કાકોશી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરાયું પ્રદર્શનકારીઓએ આતંકીઓના પૂતળાનું દહન કર્યું અને ત્યારબાદ એક રેલી યોજી સિદ્ધપુર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું આવેદનપત્રમાં આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા દેશ અને રાજ્યમાં ચાલતી આવી શંકાસ્પદ મદ્રેસાઓ બંધ કરાવવા તેમજ સરકાર દ્વારા મદ્રેસાઓને અપાતા તમામ લાભો તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી.



