વરસાદ પડવાની આગાહીથી ગુજરાતમાં વાવાઝોડાને લઈને બંદરો પર એલર્ટ જાહેર કરાયું

June 7, 2023

ગુજરાતમાં બિપોરજાય ત્રાટકે તેવી ઓછી સંભાવનાઓ વચ્ચે પણ વરસાદ પડવાની આગાહીથી ગુજરાતમાં વાવાઝોડાને લઈને બંદરો પર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત માટે સારા સમાચાર એ છેકે, બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ધીમેધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડાની ઓછી સંભાવનાઓ વચ્ચે પણ લોકોએ વાવાઝોડાએ સાવચેતી રાખવી એ અતિ જરૂરી છે. હવામાન વિભાગ આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે પણ 11મી જૂને જ ક્લિયર થઈ જશે કે વાવાઝોડું ગુજરાતથી દૂર જશે કે નહીં. હાલમાં વાવાઝોડાએ રસ્તો બદલ્યો છે.

ગુજરાતમાં હજુ પણ આક્રમક વાવાઝોડું બનશે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે. વાવાઝોડાનો ટ્રેકનો ઝૂકાવ ઓમાન તરફનો જોવા મળી રહ્યો છે. પરંતુ અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો રહેતો હોય છે. એટલે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતથી ભલે વાવાઝોડું દૂર રહે પણ ભયંકર વરસાદ પડવાની આગાહીઓ છે. જેથી સરકાર પણ એલર્ટ બની ગઈ છે. એવી આગાહી છે કે સૌરાષ્ટ્રમાં 8થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે.

વાવાઝોડું ત્રાટકે ત્યારે શું ન કરવું જોઈએ ? શું ન કરવું જોઈએ ?
– ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા. વાવાઝોડાના ગામ બહાર નીકળવાની ભૂલ કરવી નહી.
– વાવ ઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી.
– બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો, બને ત્યાં સુધી મેદાનમાં કે તેની આસપાસ રહો.
– માછીમારોને દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ. અગરીયાઓ કે અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો.
– ઝાડ નીચે કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રરા લેવાનું ટાળો, વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડશો નહીં. વીજળીના થાંભલાથી દૂર રહો. વીજપ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા.
– ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સારી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
–  કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો, સ્થાનિક અધિકારીઓની સૂચના પ્રમાણે વર્તો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0