ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં છેલ્લા 4 દિવસથી અવિરીત વરસાદને લઈ નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા લોકો મુશ્કેેલીમાં મુકાઇ જવા પામ્યા. તેમજ આબુહાઇવે અંબાજી હાઇવે પર પણ વરસાદી પાણીભરાવાને વાહન ચાલકો અટવાઈ પડયા.
પાલનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ના હોઈ સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારો બેટ માં ફેરવાઈ જાય. જેમાં નગરપાલિકા ના વોર્ડ નંબર અગિયારમા આવતા ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં હાલના ભારે વરસાદને લઈ છેલ્લા 4 દિવસથી જાહેર માર્ગ પર કેડ સમુ પાણી ભરાયેલું હોઈ સ્થાનિકોને ઘર બહાર નીકળવું મુશ્કેેલ બન્યું.
જોકે આ પાણીના નિકાલ માટે પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. તેમજ અંબાજી હાઇવે પર ધનિયાણા ચોકડી અને વીરપુર પાટિયા પાસે વરસાદી પાણી ભરાવાથી આ માર્ગે પસાર થતા વાહન ચાલકો અટવાઈ પડયા.


