મુંબઈ, વાપી અને અમદાવાદ DRIએ મોટી કાર્યવાહી કરી છે. આ પહેલા 400 કરોડનું ડ્રગ્સ મહારાષ્ટ્ર માંથી કબ્જે કરવામાં આવ્યું હતું
ગરવી તાકાત, વાપી તા. 06 – ગુજરાત ભલે દારૂબંધીના નામે ગર્વ લેતુ હોય, પરંતુ પોલીસ ચોપડે પુરાવા બોલે છે. છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના રસ્તે જેટલો ડ્રગ્સ આવ્યો છે તેટલો દેશના કોઈ રાજ્યમાં આવ્યો નહિ હોય. ગુજરાતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. હાલ DRIની ડ્રગ્સને લઇને મોટી કાર્યવાહી કરી છે. વાપીમાં એમડી બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. 180 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 18 લાખ રોકડા પણ કબ્જે કરવામાં આવ્યા છે. મુંબઈ, વાપી અને અમદાવાદ DRIએ મોટી કાર્યવાહી કરી છે. આ પહેલા 400 કરોડનું ડ્રગ્સ મહારાષ્ટ્ર માંથી કબ્જે કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે હવે ગુજરાતમાં સ્થિતિ એવી બદલાઈ છે કે ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યુ છે. પહેલા ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવતુ હતું, પરંતું ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, જે બતાવે છે કે ગુજરાતમાં ગુનાખોરી બેફામ બની રહી છે. ત્યારે સ્થિતી એટલી હદે કથળી છે કે ગુજરાત આજે ઉડતા ગુજરાતમાં પરિવર્તિત થઇ રહ્યુ છે.
વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. DRI એ મોટી કાર્યવાહી કરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઘર આંગણે બનતી ડ્રગ્સની ફેક્ટરીઓનું શું!