કેટલાય લોકોનું માનવું છે કે જો 100 રૂપિયાની જગ્યાએ 110 રૂપિયાનું પેટ્રોલ નખાવીએ તો, વધારે પેટ્રોલ આવે છે અને પેટ્રોલ પંપવાળા તેમાં છેતરપીંડી કરી શકતા નથી

ગરવી તાકાત, તા. 27- સૌથી પહેલા તો આપને એ જણાવ્યું કે, લોકો આવું શા માટે કરે છે. હકીકતમાં જોઈએ તો, પેટ્રોલ પંપ પર 100, 200,500, 1000 જેવા અમાઉન્ટની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે. એટલે કે જે અમાઉન્ટમાં વધારે પેટ્રોલ વેચાય છે, તેનો કોડ સેટ કરી રાખે છે.

તેનાથી થાય છે એવું કે જો કોઈ 200 રૂપિયાનું પેટ્રોલ માગે છે, તો ફક્ત એક જ બટન દબાવાનું હોય છે અને 200 લખવા પડતા નથી. ત્યારે આવા સમયે 4 બટનની જગ્યાએ એક જ બટનથી કામ થઈ જાય છે. પણ લોકોનું માનવું છે કે, જ્યારે પેટ્રોલ પંપવાળા આ કોડ સેટ કરે છે, તો તેમાં છેતરપીંડી કરી લે છે અને પોતાના હિસાબથી લિમિટ નક્કી કરી લે છે. લોકોને આ શોર્ટકટ પર વિશ્વાસ નથી અને તેથી લોકો અલગ અમાઉન્ટ બતાવે છે.
આ કારણે લોકો જ્યારે 100 રૂપિયાનું પેટ્રોલ નખાવે છે તો 105 અથવા 110 રૂપિયાનું પેટ્રોલ નખાવે છે અથવા તો 200નું જોઈએ તો, 194, 199, 205 જેવા અમાઉન્ટનું પેટ્રોલ નખાવે છે. જેથી પેટ્રોલ પંપ કર્મચારીને મેન્યુઅલી અમાઉન્ટ નાખવું પડે છે. જેનાથી તેઓ છેતરપીંડી કરી શકે નહીં.
શું તેનાથી ફાયદો થાય છે? લોકો ભલે આ ટ્રિકથી પેટ્રોલ ભરાવીને ખુશ થતાં હોય, પણ તેનું કોઈ પ્રમાણ નથી કે તેનાથી હકીકતમાં કોઈ ફાયદો થાય છે અને શોર્ટકટ બટનથી પેટ્રોલ લેવા પર ઓછું પેટ્રોલ આવે છે. જો આપને પેટ્રોલ પંપ પર શક છે તો તેની સત્યતા આપ સરકારી રુપથી માન્યતા પ્રાપ્ત લીટર મેજરમેન્ટ મગ દ્વારા પેટ્રોલ પંપની તપાસ કરાવી શકશો. તેના દ્વારા આપ ચેક કરી શકશો કે પેટ્રોલ પંપ પાસે જેટલું પેટ્રોલ માગ્યું છે, એટલું જ આપ્યું છે.


