સમી મામલતદાર કચેરીમાં ઇ-કેવાયસીમાં સર્વર ડાઉનના કારણે લોકોમાં નારાજગી જોવા મળી…

July 1, 2025

ગરવી તાકાત સમી : સમી મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં જે રેશનકાર્ડ ધારકો એ ઈ કેવાયસી કરાવેલ નથી. તેમને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી જેના કારણે મોટી સંખ્યામાં લોકો કેવાયસી કરાવવા માટે ઉમટી પડ્યા પરંતુ સર્વર ડાઉનને કારણે માત્ર ત્રણથી ચાર જણનું કામ થયું જેથી લોકોમાં નારાજગી જોવા મળી. સમી મામલતદાર કચેરી ખાતે સમી તાલુકાના જે પણ રેશનકાર્ડ ધારકોએ જેમના રેશનકાર્ડમાં નામ છે.

Ration Card eKYC: રાશન કાર્ડ E-KYC કરાવવાની સરળ પ્રક્રિયા, જાણો ઘરે બેઠા  ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ - Gujarat Ration Card eKYC Online Process,  Benefits, and How To Check Status Online and ...

તેમનું ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું અને જે લોકોએ કેવાયસી કરાવેલ નથી તેમને તાત્કાલિક ધોરણે કેવાયસી કરાવવા માટે તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવતા સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના રાફુ, સમશેરપુરા, નાયકા, બાસ્પા ભદ્રાડા, રૂપનગર, વેડ, અમરાપુર, સહિતના રણકાંઠાના લોકો મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. રંતુ ફિંગર ન આવતા અને સર્વર ડાઉન રહેતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

Due to server glitch in Sami Mamlatdar's office, only three to four e-KYCs  are being processed, causing anger among the people. | લોકોને ધક્કો: સમી  મામલતદાર કચેરીમાં સર્વર ખામીને કારણે માત્ર ત્રણથી

અને સર્વર ડાઉનને કારણે માત્ર ચારથી પાંચ જણનું કામ થયું હતું. નાગરિક ધર્મેશભાઈ રાજપૂત જણાવે છે કે કેવાયસી માટે દરરોજ જુદા જુદા ગામને બોલાવવામાં આવે અથવા ટોકન સિસ્ટમથી કામ લેવામાં આવે તો આ રીતે એક સાથે ભીડથી બચી શકાશે અને લોકોને પણ ધક્કા ખાવા નહીં પડે ત્યારે તંત્ર દ્વારા આ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાગ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0