— રોગચાળો ફેલાવવાની સેવાઇ રહી ભીતિ :
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢમાં છેલ્લા કેટલાય સમય થી ગંદકીએ માજા મૂકી છે. આ ગંદકીમાં સફાઈ માટે ગામના અગ્રણીઓએ અનેક વખત
પંચાયતમાં રજુઆત કરી છે. પરંતુ સફાઈમાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે.
પંચાયતમાં રજુઆત કરી છે. પરંતુ સફાઈમાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે.હવે તો એવું લાગી રહ્યું છે કે કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોવાઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. આ ગંદકીના ઢગલાઓમાં પણ પાણી ભરાતાં આ ગંદકી વાસ મારે છે. જેના કારણે લોકોને વસવાટ કરવામાં તકલીફ પડી રહી છે. જેના કારણે ગંદકી અને પાણી ભેગા થતા ગંદકી વધી રહી છે.
તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર


